Only Gujarat

Bollywood

ખૂબ જ દેખાવડી છે રવિ કિશનની પુત્રી, તસવીરોમાં જુઓ તેનો હટકે અંદાજ

ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશન 51 વર્ષના થયા છે. રવિ કિશન, 17 જુલાઈ, 1969 ના રોજ, ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના બિસુઇ ગામમાં જન્મેલા, એક ઉત્તમ અભિનેતા છે અને એક સારા પિતા પણ છે. રવિ કિશન તેની પુત્રી રીવા સાથે ખૂબ ગાઢ બોન્ડિંગ શેર કરે છે. રવિ કિશનની પુત્રી રીવા ખૂબ જ સુંદર છે. રીવા પણ અભિનેત્રી બની ગઈ છે અને તેણે આ જ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સબ કુશલ મંગલ’થી ડેબ્યૂ કર્યું હતું. અક્ષય ખન્ના અને પ્રિયંક શર્માએ તેની સાથે આ ફિલ્મમાં કામ કર્યું છે.

ક્યારેક નાની દેખાતી રીવા હવે 23 વર્ષની થઈ ગઈ છે અને એકદમ ગ્લેમરસ દેખાઈ રહી છે. રવિ કિશને પુત્રી વિશે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, રીવાનું બાળપણ મને અભિનય કરતા જોતા વિત્યું છે. તે જન્મજાત કલાકાર છે. આવી સ્થિતિમાં, આ ક્ષેત્રમાં તેમનું ભવિષ્ય ઉજ્જવળ છે.

રવિ કિશન તેમના પિતાના અવસાનને કારણે પુત્રીના ફિલ્મ પ્રીમિયરમાં પહોંચી શક્યા ન હતા, ત્યારબાદ તેણે ટ્વીટ કરીને રીવાની માફી માંગી હતી. રવિ કિશનનું તેની પુત્રી સાથે એક ફિલ્મમાં કામ કરવાનું સપનું છે.

એક ઈન્ટરવ્યુમાં રવિ કિશને કહ્યું હતું કે જ્યારે રીવા જન્મ લેવાની ત્યારે તેની પાસે એટલા પૈસા પણ નહોતા કે પત્નીને મોટી હોસ્પિટલમાં ડિલિવરી કરાવી શકે. જો કે રીવાના જન્મ પછી મારું ભાગ્ય બદલાઈ ગયું.રવિ કિશનની પત્નીનું નામ પ્રીતિ છે. તે ચાર બાળકોનાં પિતા છે, જેમાંથી તેમને 3 પુત્રી (રીવા, તનિષ્ક અને ઇશિતા) અને એક પુત્ર સક્ષમ છે.

રીવાએ એક વર્ષ સુધી પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહના પ્લે ગ્રુપ સાથે અભિનય સફર ખેડી છે. તેણે અમેરિકાની એક્ટિંગ ઈન્સ્ટિટ્યૂટમાંથી દોઢ વર્ષ સુધી અભિનયનાં વર્ગો પણ લીધા છે. રીવાએ અઢ્ઢી વર્ષ સુધી ડાન્સ શીખ્યો છે.

તેનાં બોલિવૂડ ડેબ્યૂ પર બોલતા રીવાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, જ્યારે મને ફોન આવ્યો ત્યારે હું અમેરિકામાં હતી. પાપા (રવિ કિશન)નાં મિત્ર મોઇન બેગ અંકલનો ફોન આવ્યો અને તેમણે જ મને ખુશખબર આપી હતી.જણાવવાનું કે રવિ કિશને મુંબઈમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. આ પછી, 1991માં, તેમને ફિલ્મ ‘પિતાંબર’માં કામ કરવાની તક મળી જોકે તેની આ ફિલ્મ કંઇ ખાસ કરી શકી નહીં.

આ પછી રવિ કિશન કાજોલની ફિલ્મ ‘ઉધાર કી જિંદગી’ અને શાહરૂખ સાથેની ફિલ્મ ‘આર્મી’માં કામ કર્યું હતું. અહીંથી, તેનું જીવન ધીમે ધીમે સારી રીતે ચાલવા લાગ્યું. 2003માં તેને સલમાન ખાન સાથે ફિલ્મ ‘તેરે નામ’માં કામ કરવાની તક મળી. આમાં તેમણે પંડિત રામેશ્વરની ભૂમિકા ભજવી હતી.

રવિ કિશનની પહેલી ભોજપુરી ફિલ્મ ‘સઈયાં હમાર’ હતી. અત્યાર સુધીમાં તેમણે ભોજપુરીમાં 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.’સબ કુશલ મંગલ’ ફિલ્મના અભિનેતા પ્રિયંક શર્મા સાથે રીવા કિશન. કરણ વિશ્વનાથ કશ્યપે રીવા કિશનની પહેલી ફિલ્મ ‘સબ કુશલ મંગલ’નું દિગ્દર્શન કર્યું છે.

You cannot copy content of this page