Only Gujarat

Bollywood FEATURED

જાણીતા એક્ટરને બે ટંકના ભોજન માટે પણ ફાંફા, કારણ જાણીને હચમચી જશો

મુંબઈ: ‘લોકો જીવતે જીવ તો પૂછવા નથી આવતા, પરંતુ અંતિમયાત્રામાં જાનૈયાની જેમ જોડાય ડાય છે’ આ કોઈ ફિલ્મનો ડાયલૉગ નથી પરંતુ ફિલ્મ ‘મોમ કી ગુડિયા’ના એક્ટર રવિ ચોપરાએ વ્યક્ત કરેલી પીડા છે. 70 વર્ષીય આ ગુમનામ એક્ટર કેન્સર જેવી જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યાં છે. ખરાબ આર્થિક સ્થિતિને કારણે કેન્સરની સારવારનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની રહ્યું છે. એક્ટરે આ વયે મદદ માટે બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર, અક્ષય કુમાર અને સોનુ સૂદ પાસે મદદ માગી છે.

લડખડાતા આવાજ સાથે રવિ ચોપરાએ કહ્યું કે,‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દરરોજ કોઈ કલાકાર ટોચ પર પહોંચે છે તો કોઈ આર્થિક તંગીનો શિકાર બને છે. આજે મારી એ જ સ્થિતિ છે. હું આજે મારા જીવનના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છું. શરીર સાથ આપતું તો કોઈ નોકરી કરી લેતો પરંતુ બીમારીને કારણે આ સ્થિતિમાં 2 સમયના ભોજન માટે પણ ક્યારેય ગુરુદ્વારા તો ક્યારે લંગર પર નિર્ભર રહું છું.’

જીરકપુરની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં પોતાની સારવાર દરમિયાન એક્ટરે પોતાની વાત એક જાણીતા અખબારને જણાવી. મૂળ પંજાબના માલેરકોટલાના રહેવાસી રવિ ચોપરાનું વાસ્તવિક નામ અબ્દુલ જબ્બાર ખાન છે. તેઓ હાલ પંચકુલા સેક્ટર-26માં રહે છે. તેમણે ખાસ એક્ટર સોનુ સૂદ પાસેથી મદદની અપીલ કરી છે જે હાલ પ્રવાસી મજૂરોની મદદને કારણે ચર્ચામાં છે તથા પંજાબનું નામ રોશન કરી રહ્યાં છે. તેમણે ત્રણેય પંજાબી એક્ટર પાસેથી મદદની અપીલ કરી છે. રવિ ચોપરા ઉર્ફ અબ્દુલ જબ્બારે કહ્યું કે, તેમને એક્ટ્રેસ તનુજા સાથે ફિલ્મ ‘મોમ કી ગુડિયા’ કર્યા બાદ 10 જેટલી ફિલ્મ્સની ઓફર આવી હતી, જેનો ઈન્કાર કર્યા બાદ 3 ફિલ્મ ‘લોફર’, ‘આયા સાવન જૂમ કે’ અને ‘જુગનુ’માં એક્ટર તરીકે ધર્મેન્દ્રએ કામ કર્યું હતું.

રવિ ચોપરાએ કહ્યું કે, ફિલ્મ્સનો ઈન્કાર કરવા પર પ્રોડ્યૂસર અને ડિરેક્ટરોએ પ્રશ્ન કર્યો હતો કે, આટલી સારી ફિલ્મ્સ કેમ છોડી રહ્યો છે, તુ તો ભાગ્યશાળી છે કે તને આટલી ઓફરો મળી રહી છે. ત્યાંસુધી ફિલ્મ્સમાં કામ કરવાની માહિતી રવિએ પોતાના પરિવારજનોને નહોતી આપી. ફિલ્મ રીલિઝ થતા જ તેના દાદી નારાજ થયા હતા. જેના કારણે રવિએ પછી ફિલ્મ્સમાં કામ ના કરવાનો નિર્ણય કર્યો હતો. ફિલ્મ ‘મોમ કી ગુડિયા’ માટે એક્ટરે 3.25 લાખ રૂપિયા ફી તરીકે લીધા હતા. રવિને ફિલ્મ્સમાં કામ કરવા પર દાદીએ આત્મહત્યાની ધમકી આપી હતી અને ઘરમાં બહુ હંગામો થયો હતો. જેના કારણે તેમણે ફિલ્મ્સમાંથી કામ કરવાનું બંધ કરી દીધું. તેઓ ફરી પંજાબ પહોંચી ગયા અને આગળ અભ્યાસ કર્યો. રવિ ચોપરાએ લગ્ન નથી કર્યા. ઘણી સ્કૂલ અને કોલેજમાં બાળકોને અંગ્રેજી ભણાવતા. જાન્યુઆરી 2020માં તેમને કેન્સર થયું હોવાનું સામે આવ્યું હતું.

રવિ ચોપરાએ જણાવ્યું કે, તેઓ કોલેજના વિવિધ કાર્યક્રમોમાં પણ ભાગ લેતા. તેમણે અભ્યાસ પણ ઘણો કર્યો. માલેરકોટલા બાદ પંજાબી યુનિવર્સિટી પટિયાલા અને પંજાબ યુનિવર્સિટી ચંદીગઢથી એમએનો અભ્યાસ કર્યો. કોલેજ દરમિયાન મુંબઈની જય હિંદ કોલેજમાં ટૂર પર જવાની તક મળી. એક એક્ટ દરમિયાન તેમની એક્ટિંગ ડિરેક્ટર અને પ્રોડ્યૂસર રાહુલ રવેલનો ગમી હતી. ખાસ તો ડાયલૉગ ડિલિવરી.

તેમણે રવિને ફિલ્મમાં કામ કરવાનું કહેતા રવિ મુંબઈ આવ્યા હતા. તે સમયે યાસિન મલિક મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી વગ ધરાવતા હતા. તેમણે પોતાના પિતરાઈ ભાઈ સાથે રવિની મુલાકાત કરાવી. તે દિવસોમાં પ્રોડ્યૂસર, ફિલ્મ મેકર મોહન કુમાર પોતાની ફિલ્મ માટે નવા ચેહરાની શોધ કરી રહ્યાં હતા. યાસિન મલિક અને તેમના ભાઈએ મોહન કુમાર સાથે રવિ અંગે વાત કરી. મોહન કુમારે એડમિશન લીધુ.

ઑડિશનમાં પાસ થયા બાદ ‘મોમ કી ગુડિયા’ ફિલ્મમાં તેમને એક્ટર તરીકે કામ મળી ગયું. ફિલ્મના ગીત ઘણા હિટ રહ્યાં. રફી સાહબનું ગીત ‘રેશમા જવાન હો ગઈયયય’ ગીતકાર આનંદ બખ્શી સાહેબે પ્રથમવાર આ ફિલ્મમાં ગીત ગાયું. ફિલ્મના મ્યૂઝિક ડિરેક્ટર લક્ષ્મીકાંત પ્યારેલાલ હતા. આ ફિલ્મમાં રામ મળ્યા બાદ ડિરેક્ટરે અબ્દુલ જબ્બાર ખાનનું નામ રવિ ચોપરા રાખ્યું હતું.

You cannot copy content of this page