Only Gujarat

National TOP STORIES

ઈમ્યુનિટી વધારવા દેશના મંત્રાલયે તૈયાર કર્યો ‘ખાસ’ ઉકાળો, ઘરની આ વસ્તુઓથી થશે તૈયાર

નવી દિલ્હી: ઘણા સમયથી કોરોના વાઈરસના કારણે ચર્ચામાં રહેલા આયુષ ઉકાળાની રાહ જોતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આ ઉકાળો ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે સૌથી નાના પાઉચ તરીકે સામે આવ્યું છે, જેથી તમામ વર્ગના લોકો તેનો ઉપયોગ સરળતાથી કરી શકે. આયુષ મંત્રાલયની સૂચના બાદ એમિલ ફાર્માસ્યુટિકલ કંપનીએ તેને તૈયાર કર્યું છે. તેમાં તજ, તુલસી, કાળી મીરી અને સુન્થીનું મિશ્રણ છે જે રોગ પ્રતિકારક ક્ષમતા (ઈમ્યુનિટી) વધારે છે. જ્યારે આયુષ ઉકાળા મુદ્દે સાયન્ટિફિક રિસર્ચની જવાબદારી માટે કેન્દ્ર સરકારે બનારસ હિંદુ યુનિવર્સિટી (બીએચયુ)ને જવાબદારી સોંપી છે.

એમિલ ફાર્માસ્યુટિકલના કારોબારી સંચાલક સંચિત શર્માએ કહ્યું કે, મિનિસ્ટ્રીથી સૂચના મળ્યા બાદ આયુષ ઉકાળાનું નિર્માણ કરવાનું શરૂ કરી દીધું. તેને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવું એક પડકાર હતું. તેથી અમે આયુષ ઉકાળાનું એક નાનું પેકેટ તૈયાર કર્યું જેથી સામાન્યથી લઈ હાઈ પ્રોફાઈલ વ્યક્તિ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે. તેની ટેગ લાઈન ‘મહજ એક પ્યાલા, ઈમ્યુનિટી વાલા’ રાખવામાં આવી છે.

ચા બનાવતા સમયે ઉપયોગ કરી શકાય છે
કોરોના વાઈરસની મહામારી પછી વડાપ્રધાનથી લઈ સીએમ તથા જીલ્લા તંત્ર દ્વારા ઈમ્યુનિટી વધારવા માટે ઉકાળો પીવાની સલાહ આપાવામાં આવી. પરંતુ આ ક્યારે અને કેટલું પીવું? તે અંગે લોકોને જાણ નહોતી. આયુષ મંત્રાલયે તજ, તુલસી, કાળી મીરી અને સુન્થીનું મિશ્રણ બનાવી ઉકાળો બનાવી પીવાનું કહ્યું, પરંતુ લોકોને એ નહોતી ખબર કે આ વસ્તુઓ ક્યાં મળશે અને કેટલું મિશ્રણ ઉકાળા માટે જોઈશે તે અંગે લોકો જાણતા નહોતા. હવે લૉકડાઉનમાં લોકો ઉકાળો પીતા થઈ ગયા છે, એવામાં આયુષ મંત્રાલયે ઉકાળાના મિશ્રણ માટેની વસ્તુઓ જણાવી તો કંપનીઓએ તેને બનાવવાનું શરૂ કરી દીધું. હવે તે નાના પાઉચ તરીકે લોકો સુધી પહોંચી ગયું છે.

આયુષના ડૉ. મહેન્દ્ર નાથ પાંડેયએ કહ્યું કે,‘આયુર્વેદ ગંથથી તૈયાર કરવામાં આવેલ આયુષ ઉકાળો ઈમ્યુનિટી વધારે છે, જેનાથી કોઈપણ સંક્રમણથી બચી શકાય છે. જો કોઈ વ્યક્તિ સંક્રમિત થઈ પણ જાય તો વાઈરસથી લડતા સમયે ઈમ્યુનિટી વધુ શક્તિશાળી બને છે અને વાઈરસને નિષ્ક્રિય બનાવવા લાગે છે.’

ચા બનાવતા સમયે આયુષના પાઉચ થકી ઉકાળો બનાવી શકાય છે. તે દિવસમાં 2-3 વખત વાપરી શકાય છે. ગરમ પાણીમાં આયુષ ઉકાળાની ગોળીઓ પણ વાપરી શકાય છે. ખાંડના બદલે મધ કે ગોળનો ઉપયોગ કરીને પણ તેનું સેવન કરી શકાય છે. આયુષ ઉકાળા અંગે બીએચયુ અને આઈઆઈટીના વૈજ્ઞાનિક મળીને રિસર્ચ કરવા જઈ રહ્યાં છે. રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠે આ રિસર્ચ અંગે સૂચન કર્યું છે. આ માટે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં આઈઆઈટીના પ્રોફેસર એસકે શ્રીવાસ્તવ, ડૉ. આભા મિશ્રા ઉપરાંત આયુર્વેદ એક્સપર્ટ ડૉ. કેએન દ્વિવેદી સામેલ છે. કમિટીને રિસર્ચ રિપોર્ટ આપવા માટે માત્ર એક મહિનાનો સમય મળ્યો છે.

You cannot copy content of this page