Only Gujarat

FEATURED National

કોરોના કોલર ટ્યૂન માટે આ આર્ટિસ્ટે આપ્યો પોતાનો અવાજ, નામ જાણીને હેરાન થઈ જશો

નવી દિલ્હી: સમગ્ર વિશ્વ છેલ્લા 5 મહિનાથી કોરોના સામે લડી રહ્યું છે. માર્ચમાં એક દિવસના જનતા કર્ફ્યૂથી શરૂ થયેલ લૉકડાઉન 60 દિવસથી વધુ સમય રહ્યું. પરંતુ માર્ચના પ્રારંભથી આપણે બધાં ફોન એક કોલર ટ્યૂન સાંભળી રહ્યાં છીએ.

કોરોના પ્રતિ જાગૃકતા ફેલાવવા માટે લોકોને કહેવામાં આવે છે કે,‘કોરોના વાઈરસ અથવા કોવિડ-19થી સંપૂર્ણ દેશ લડી રહ્યો છે. પરંતુ યાદ રહે કે આપણે બીમારીથી લડવાનું છે, બીમારથી નહીં. તેમની સાથે ભેદભાવ ના કરો. તેમની દેખરેખ રાખવી અને બીમારીથી બચવા માટે જે આપણી રક્ષા કરી રહ્યાં છે, જેમકે આપણ ડૉક્ટર, સ્વાસ્થ્ય કર્મચારી, પોલીસ, સફાઈ કર્મચારી સહિતનાનું સન્માન કરો. તેમને સાથ આપો. આ યોદ્ધાઓની દેખરેખ રાખો તો કોરોનાથી જીતશે દેશ આખો. વધુ માહિતી માટે સ્ટટ હેલ્પ લાઈન નંબર 104 અથવા કેન્દ્ર હેલ્પ લાઈન નંબર 1075 પર કોલ કરો. ભારત સરકાર દ્વારા જનહિતમાં જારી.’

આ કૉલર ટ્યૂન પાછળ કોનો અવાજ છે, જે લોકોમાં જાગૃકતા ફેલાવવાનું કામ કરી રહી છે. આ કૉલર ટ્યૂન માટે જસલીન ભલ્લાએ અવાજ આપ્યો છે. જસલીન વોઈસ ઓવર આર્ટિસ્ટ છે અને તે ટીવી તથા રેડિયો પર આવતી જાહેરાતો માટે પણ અવાજ આપી ચૂકી છે.

જસલીને પોતાના કરિયરનો પ્રારંભ સ્પોર્ટ્સ રિપોર્ટર તરીકે કર્યો હતો. તે પછી તેણે પોતાને વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે તૈયાર કરી અને છેલ્લા 10 વર્ષથી તે આ જ કામ કરી રહી છે.

જો તમે ડોકોમો, હોર્લિક્સ અને સ્લાઈસ મેન્ગો ડ્રિન્કની જાહેરાતને ધ્યાનથી સાંભળી હશે તો તમે જસલીનનો અવાજ ઓળખી લેશો.

You cannot copy content of this page