Only Gujarat

Bollywood FEATURED

કરોડોની સંપત્તિ હોવા છતાંય ‘કાલીનભૈયા’ જીવે છે સાવ ગામડીયા જેવું જીવન

પંકજ ત્રિપાઠી બોલિવૂડના ઓછા પ્રતિભાશાળી એક્ટરમાંથી એક છે. તેમણે પોતાની કરોડો લોકોનું દિલ જીતી લીધું છે. માયાનગરી માં પોતાની કલાનો જલવો બતાવનારા અને દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ હાંસલ કરનારા પંકજ ત્રિપાઠી પોતાના ગામ અને ગ્રામીણ માહોલની ખૂબ જ નજીક છે.

પંકજ ત્રિપાઠી આજે પણ ગામડા સાથે જોડાયેલા વ્યક્તિ છે. જેની ઝલક તેમના મુંબઈના ઘરમાં પણ જોવા મળે છે. તેમના ઘરમાં જતા જ લાકડાનો પટારો અને ખાટલો જોવા મળે છે.

પંકજ ત્રિપાઠી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘તમને લાકડાની વસ્તુ પસંદ છે.’ ખાટલા વિશે પંકજ ત્રિપાઠીએ જણાવ્યું કે, ‘લાકડું મુંબઇમાં ખરીદ્યો છે, દોરી ગામડેથી મંગાવી અને તેમના સસરાએ ખાટલો ભરી આપ્યો હતો.’

પંકજ ત્રિપાઠી મુંબઈ આવ્યા પછી પણ તેમનું ગામડા સાથે એટલું જ મજબૂત કનેક્શન છે કે, તમામ સુખ સુવિધા ઉપરાંત તે વિચારે છે કે ગામડા માટે કંઈક ને કંઈક વિચારતા રહે છે અને કરતા રહે છે. એક સમયે તે પોતાના ગામની એક ટીમને વોલીબોલ ટુર્નામેન્ટમાં મોકલવાનો પ્રયત્ન કરતા હતા.

પંકજ ત્રિપાઠી મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના છે. તેમના માતા-પિતા અત્યારે પણ ગામડે જ રહે છે.

પંકજ ત્રિપાઠી ના જ્યારે પણ સમય મળે છે ત્યારે તે પોતાના ગામ જરૂર જાય છે.

ગામડે ક્યારેક તે ખેતી કરતા તો ક્યારેક લીટ્ટી ચોખા બનાવતા જોવા મળ્યા છે.

You cannot copy content of this page