Only Gujarat

Bollywood FEATURED

લગ્નના વર્ષો બાદ પતિને લઈને ‘સુમને’ કર્યો હતો ચોંકાવનારો ખુલાસો, જાણીને નવાઈ લાગશે

મુંબઈઃ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’માં સલમાન ખાન સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રસ ભાગ્યશ્રીએ એક ઇન્ટર્વ્યૂ દરમિયાન ફિલ્મ અને તેની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી વાત શેર કરી હતી. 23 ફેબ્રુઆરી 1969માં મુંબઈમાં જન્મેલી ભાગ્યશ્રીએ ફિલ્મી કરિયરયની શરૂઆત 1989માં આવેલી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’થી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમણે તેમના બાળપણના મિત્ર હિમાલય દસાની સાથે લગ્નનો નિર્ણય કર્યો અને તેના નિર્ણય લીધે કરીયરનો અંત થયો. ભાગ્યશ્રીએ બે વર્ષ પહેલાં એક ઇન્ટર્વ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તેમને ફિલ્મોમાં કામ કરવાનું કેમ બંધ કરી દીધું.

પતિ હિમાલય દસાની સાથે એક્ટ્રસ ભાગ્યશ્રી
ભાગ્યશ્રીએ જણાવ્યા મુજબ, ‘મારા પતિ મારા માટે ખૂબ જ પજેસિવ છે અને તે નથી ઈચ્છતા કે હું પડદા પર કોઈ બીજા સાથે રોમાન્સ કરું. જોકે, મારા સાસરી પક્ષવાળા તેમની જેવા નથી તે મારા એક્ટિંગ માટે સહજ હતાં.’

ઉલ્લેખનીય છે કે, ભાગ્યશ્રી અને હિમાલયના અફેર વિશે સૌથી પહેલા સલમાન ખાનને ખબર પડી હતી. સલમાન ખાને આ વાત ‘મૈને પ્યાર કિયા’ના ગીત ‘દિલ દિવાના’ દરમિયાન જ ખબર પડી હતી.

ભાગ્યશ્રી મુજબ, ‘અમારી ફેમિલી મારા અને હિમાલયના લગ્ન વિરુદ્ધ હતી, એટલા માટે અમે મોટું પગલું લેવાનું વિચાર્યું. તે દિવસ અમારા માટે નિર્ણયનો દિવસ હતો કે, અમે જીવનસાથી બનશું કે નહીં. આ પછી અમે ઘરેથી ભાગીને એક મંદિરમાં લગ્ન કરી લીધા. આ લગ્નમાં હિમાલયના પેરેન્ટ્સ ઉપરાંત સલમાન ખાન અને સૂરજ બર્જાત્યા હતાં.’

લગ્ન પછી ભાગ્યશ્રીની પહેલી જ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ સુપરહિટ રહી હતી. જોકે, ભાગ્યશ્રીએ પછી ફિલ્મો કરતાં વધુ તેમના પતિ અને પરિવારને સમય આપવાનું વિચાર્યું. લગ્નના થોડાં સમય પછી તેમને એક દિકરા અભિમન્યુને જન્મ આપ્યો હતો. ભાગ્યશ્રી મુજબ, ‘મને ફિલ્મ છોડવાનું કોઈ દુખ નથી, પણ તે વાતની ખુશી છે કે હું મારા પતિ અને પરિવાર સાથે છું.’

ભાગ્યશ્રીએ અમોલ પાલેકર દ્રારા નિર્મિત ટીવી સિરીયલ ‘કચ્ચી ધૂપ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ‘હોની-અનહોની’, ‘કિસ્સે મિયાં બીબી કે’, ‘સમજોતા’, ‘આંધી જજ્બાતોં કી’, ‘સંબંધ’, ‘કાગજ કી કશ્તી’, ‘તન્હા દિલ તન્હા સફર’, ‘કભી-કભી’ અને ‘આઓ ત્રિશા’ જેવા શોમાં કામ કર્યું હતું. ભાગ્યશ્રીએ કેટલીક ભોજપુરી ફિલ્મોને પ્રોડ્યુસ પણ કરી છે.

ભાગ્યશ્રીએ એક ઇન્ટર્વ્યૂમાં બાળકો અને અન્ય કામ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘તે હસબન્ડ સાથે મળી મીડિયા કંપની સૃષ્ટી એન્ટરટેમેન્ટ ચલાવે છે. તેમની દીકરી અવંતિકાએ લંડનમાં બિઝનેસમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને દીકરો અભિમન્યુ બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂક્યો છે.

‘મૈને પ્યાર કિયા’ પછી ભાગ્યશ્રીએ કેટલીક ફિલ્મો કરી પણ તેમણે ફરી તે સફળતા મળી શકી નહીં. સતત ફિલ્મો ફ્લોપ થતાં ભાગ્યશ્રી તેમની પર્સનલ લાઇફમાં બિઝી થઈ ગઈ.

 

You cannot copy content of this page