Only Gujarat

Bollywood FEATURED

પોશ એરિયામાં છે અમિતાભ બચ્ચનનો અફલાતુન બંગલો, ‘જલસા’માં અંદર જઈને મારો એક લટાર

મુંબઈઃ અમિતાભ બચ્ચનને હિન્દી સિનેમામાં 50 વર્ષ પૂરાં થઈ ગયા છે. તેમને સદીના મહાનાયક પણ કહેવામાં આવે છે. પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી લઈ આજ સુધી અનેક સુપરહિટ ફિલ્મ અમિતાભ બચ્ચને આપી છે. અત્યારે તેમની અનેક ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. અમિતાભ, મૂળ મુંબઈ નથી, પણ ફિલ્મી દુનિયામાં આવ્યા પછી તેમને મુંબઈને જ પોતાનું ઘર બનાવી લીધુ છે. અમિતાભ બચ્ચન પાસે મુંબઈમાં એકથી વધારે લગ્ઝરી ઘર છે. તેમાંથી એક ઘર છે ‘જલસા’.

અમિતાભ બચ્ચન પૂરા પરિવાર સાથે ‘જલસા’માં રહે છે. અહીં તેમને ફેન્સ દર રવિવારે મળવા આવે છે. આ ફોટો અમિતાભ બચ્ચનના લિવિંગ રૂમનો છે. આ ફોટોમાં શાનદાર સોફા, વિવિધ પ્રકારના છોડ અને ખૂબ જ સરસ ઇન્ટેરિઅર જોવાં મળી રહ્યું છે.

આ ફોટો ઘરના બેડરૂમનો છે. આ ફોટોમાં ખૂબ જ સુંદર ઇન્ટેરિઅર જોવા મળી રહ્યું છે. આ સાથે જ રૂમનું લાઇટિંગ પણ ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે. જે તેને વધુ સુંદર બનાવે છે. અમિતાભ બચ્ચનનું ઘર ‘જલસા’ ખાસ તો લોકોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

અમિતાભ બચ્ચનનું ઘર ‘જલસા’ મુંબઈના જુહૂમાં સ્થિત છે. આ ફોટો બંગલાના હોલનો છે. દીવાલો પર શાનદાર પેઇન્ટિંગ કરવામાં આવી છે. આ ફોટોમાં બિગબીના ઘરની ભવ્યતા સ્પષ્ટ રીતે જોવાં મળે છે.

આ ઘરમાં દરેક રૂમને ડિફરન્ટ રીતે શણગારવામાં આવ્યા છે. ડ્રોઈંગ રૂમથી લિવિંગ રૂમ એરિયા સુધીના દરેક રૂમની સજાવટ ખૂબ જ સરસ છે. પહેલાં ફોટોમાં મંદિર જોઈ શકાય છે. અમિતાભ દિવાળીના દિવસે અહીં પૂજા કરે છે અને તેનો ફોટો તે સોશિયલ મીડિયામાં શેર કરી ચૂક્યા છે.

અમિતાભ બચ્ચન અહીં બેસી ટીવી જોવે છે. ફોટોમાં અમિતાભ બચ્ચન સાથે જયા બચ્ચનને જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન ઘણીવાર તેમના પરિવાર સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરે છે.

બચ્ચન પરિવાર પાસે મુંબઈના જુહૂમાં ‘જલસા’, ‘પ્રતીક્ષા’ અને ‘જનક’ એમ ત્રણ બંગલો છે. આ ત્રણેય એક બીજાથી થોડાંક જ દૂર છે.

પહેલાં ફોટોમાં તમે બિગબીને આરાધ્યા સાથે ગાર્ડનમાં રમતાં જોઈ શકો છો, તો બીજા ફોટોમાં અમિતાભ રેકોર્ડિંગ કરતાં જોવાં મળી રહ્યા છે.

આ ફોટો ‘જલસા’ની બહારનો છે. અહીં રવિવારે ફેન્સની ભારે ભીડ હોય છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાને લીધે અમિતાભ બચ્ચન અને તેમના ફેન્સ એક બીજા સાથએ રૂબરુ થઈ શકતાં નથી.

અમિતાભ બચ્ચનનું ઘર ‘જલસા’ ખાસ તો લોકોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

અમિતાભ બચ્ચન પૂરા પરિવાર સાથે ‘જલસા’માં રહે છે. અહીં તેમને ફેન્સ દર રવિવારે મળવા આવે છે.

You cannot copy content of this page