Only Gujarat

FEATURED National

સસરાએ વિદાય સમયે વહુ સાથે જે કર્યું, આજીવન રહેશે યાદ, નહીં ભૂલી શકે એ નક્કી

દહેજ લોભીઓ માટે આયના દેખાડવા જેવા સમાચાર ઉત્તર પ્રદેશનાં કાનપુરથી સામે આવ્યા છે. જ્યાં એક કારોબારી સસરાએ કોઈ પણ દહેજ લીધા વગર એક ખેડૂતની પુત્રીની સાથે પોતાના એન્જીનિયર પુત્રના લગ્ન કરાવ્યા હતા. તેનંથી પણ અચરજની વાત તો એ છેકે, તેમણે દુલ્હનની વિદાઈ દરમ્યાન એક ઝગમગતી લક્ઝરી કાર તેને ગિફ્ટમાં આપી છે. સાથે જ આશીર્વાદ આપતા કહ્યુકે, આ મારી સંસ્કારી વહુ છે, જેની આગળ દુનિયાની બધી જ દોલત ફીકી છે. તો વહુ પણ સાસરીવાળાનો આ પ્રેમ જોઈને ભાવુક થઈ ગઈ હતી. તો ચાલો જાણીએ આ અનોખા લગ્ન વિશે.

ભૌતીનાં રહેવાસી અર્પણ કુમાર ત્રિવેદી ગલ્લા કારોબારી અને ગન હાઉસનાં માલિક છે. તેમણે પોતાના એન્જીનિયર પુત્ર આદર્શ રાજનાં લગ્ન ગામનાં જ ખેડૂત ચંદ્રમોહનની પુત્રી અંજલિ દ્વિવેદી સાથે નક્કી કર્યા.

મીડિયા રિપોર્ટસ મુજબ, અર્પણ કુમાર ત્રિવેદી દહેજના સખ્ત વિરોધી છે. એટલા માટે તેમણે છોકરીનાં પક્ષ પાસે કોઈ પણ પ્રકારની માંગ કરી ન હતી. ગયા મંગળવારે સાકેતનગર ગહોઈ ભવનમાં બંનેનાં ધામધૂમથી લગ્ન થયા.

બુધવારે સવારે જ્યારે દુલ્હનની વિદાઈ થઈ તો તેને ચમચમાતી નવી કારમાં બેસાડવામાં આવી હતી. સસરા અર્પણકુમારે પોતાની વહુને કારની ચાવી ભેટ આપીને આશીર્વાદ આપ્યા હતા. તે જોઈને આસપાસ ઉભેલાં લોકો અચરજમાં પડી ગયા હતા.

લોકોએ પોતાની ઉત્સુકતા ઘટાડવા માટે અર્પણને પુછ્યુ તો તેમણે કહ્યુકે, વહુથી વધીને કોઈ દહેજ હોતું નથી. સારી વહુ જાતેજ લક્ષ્મીનુ સ્વરૂપ હોય છે.

અર્પણ પોતાની વહુ અને તેના પરિવારનાં લોકોથી પહેલાંથી વાકેફ છે. તેઓએ કહ્યુ, અમારી વહુ સંસ્કારી છે. તેની આગળ બધી જ દોલત ફીકી છે.

You cannot copy content of this page