Only Gujarat

FEATURED National

કોઈને શંકા ના જાય એટલે ટિપટોપ તૈયાર થતાં ને લગ્નમાં કરતાં હાથ સાફ!

દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં મોટા મોટા લગ્નોમાં લાખોની લૂંટ ચલાવનાર ગેંગ આખરે દિલ્હી પોલીસના હાથે ચડી ગઈ. આ ગેંગ મધ્યપ્રદેશના રાજગઢની છે. આ ગેંગના લીડરે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, દર વર્ષે લગ્નની સીઝનમાં ચોરીની ઘટનાઓને અંજામ આપવા માટે આ ગેંગ બાળકોને ચોરી કરવા માટે ભાડે લઈને દિલ્હી આવતો હતો.

પોલીસને જાણ થઈ હતી કે આ ગેંગ દિલ્હી સિવાય મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ચંદીગઢ સહિત દેશના અનેક રાજ્યોમાં ગુનાઓ કરતા હતા. ગેંગમાં માસૂમ બાળકોને મોટા લગ્નમાં ભાગ લેવા અને બેગ ચોરી કરવા તેમજ જ્વેલરી ઉપર હાથ સાફ કરવાની તાલીમ આપવામાં આવતી હતી. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે આ ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી છે.

તો, બે સગીર ચોર પણ પોલીસના હાથે ચડી ગયા છે. વાસ્તવમાં, દિલ્હી પોલીસને લગ્નોમાં સતત ચોરીની ઘટનાઓની ફરિયાદો મળી રહી હતી. જે બાદ ક્રાઈમ બ્રાંચે વિશેષ ટીમ તૈયાર કરી હતી. જે આ કેસ ઉપર કામ કરી રહી હતી. ટીમે સીસીટીવી ફૂટેજ અને 100 થી વધુ લગ્નોના વીડિયો પર સંશોધન કર્યું છે. ત્યારબાદ ફૂટેજમાં ખુલાસો થયો છે કે ઘણા શંકાસ્પદ લોકો લગ્નમાં ફરતા દેખાઈ રહ્યા હતા અને મહેમાનો સાથે ભળવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

શંકાસ્પદ લોકો મોંઘા કપડાં પહેરી રાખ્યા હતા. જેથી કોઈ તેમના પર શંકા ન કરે. આ બધા જ શાતિરો તકો જોઇને તેઓ પોતાનું કામ પાર પાડી અને બાળકોની સાથે ભાગી જાય છે. આ કેસની તપાસ દરમિયાન પોલીસને મધ્યપ્રદેશની રાજગઢ ગેંગ પર શંકા હતી. પુખ્તા શંકાના આધારે પોલીસ આ ટોળકી પાસે પહોંચી હતી. પહેલાં પોલીસે ટીમને રાજગઢ મોકલી અને દિલ્હીના ઘણા મોટા લગ્નોમાં પણ ટ્રેપ લગાવ્યુ હતુ.

આ વર્ષે ઓક્ટોબરમાં આ ટોળકીએ ચંડીગઢમાં 3 લાખ રૂપિયાની હીરાની વીંટી અને કિંમતી ચીજવસ્તુઓ પર હાથ સાફ કર્યા હતા. ઓક્ટોબર મહિનામાં આ ગેંગે લુધિયાણાની હયાત હોટલમાંથી 22 લાખ રૂપિયાની રોકડ અને જ્વેલરીની ચોરી કરી હતી. ક્રાઈમ બ્રાંચના એડિશનલ સી.પી. શિવેશકુમાર સિંહના જણાવ્યા મુજબ, આ ટોળકીએ અત્યાર સુધી દિલ્હીમાં એક ડઝન લગ્નમાં ચોરીની ઘટનાઓ આચરી છે.

રાજગઢમાં પોલીસે ગુલખેડી, સુલખેડી અને કડિયાથી આ ગેંગના સભ્યો વિશે માહિતી મેળવી હતી. 2 ડિસેમ્બરે પોલીસને માહિતી મળી અને ત્યારબાદ દરોડા દરમિયાન 5 લોકોની ધરપકડ કરવામાં આવી. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં સંદીપ, કિશન, સંત કુમાર, વિશાલ અને હંસરાજ શામેલ છે, જે બધા મધ્યપ્રદેશના રાજગઢના રહેવાસી છે.

You cannot copy content of this page