Only Gujarat

FEATURED Gujarat

વડોદરામાં શિક્ષક પતિએ રસ્તા પર ચાલુ એક્ટિવાએ માથામાં ફટકા મારીને પત્નીને પતાવી દીધી

વડોદરા શહેરમાં આવેલા ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાના માથામાં શિક્ષક પતિએ ફટકો મારીને હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના બાદ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી હતી. મોડી રાતે મહિલા પોતાના એક્ટિવા પર ફરજ પર જવા ઘરેથી નીકળી હતી. તે સમયે ન્યુ વીઆઈપી રોડ પર અચાનક પતિ આવી પહોંચ્યો હતો અને રોડ પર જ પત્ની પર હુમલો કરવા લાગ્યો હતો. પત્નીના આડા સંબંધ હોવાની શંકાને લઈ પત્નીની પતિએ હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા અમરદીપ હોમ્સમાં શિલ્પાબહેન જયેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતાં. હાલ તેમને બે સંતાનો પણ છે. શિલ્પાબહેન મેન્ટલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં હતાં. છેલ્લા કેટલાટ સમયથી તેમને ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી હતી. જોકે શિલ્પાબહેન પોતાનું એક્ટિવા લઈને પોતાના ઘરેથી નોકરી પર ફરજ પર જવા માટે નિકળ્યા હતાં. તે દરમિયાન પતિ પત્નીનો પીછો કરતો કરતો ન્યુ વીઆઈપી રોડ પર અચાનક પત્નીની સામે આવ્યો હતો.

શિલ્પાબહેન પટેલનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં ન્યુ વીઆઈપી રોડ પર આવેલી વૈકુંઠ-2 સોસાયટીના દરવાજા પાસેથી મળી આવ્યો હતો. મહિલાનો મૃતદેહ મળી હોવાની જાણ હરણી પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જે તે સમયે પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

પોલીસને મહિલાની હત્યા થઈ હોવાની પ્રાથમિક વિગતો મળતાં જ પોલીસે તપાસ શરૂ કરી હતી. મહિલા આજવા રોડ પર આવેલા અમરદી હોમ્સમાં રહેતા હતા અને ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મહિલાનું નામ ખૂલ્યા બાદ પીલોસે વધુ તપાસ કરતાં પતિએ પત્નીનાં આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. હરણી પોલીસની વધુ તપાસમાં શિલ્પાબહેન પટેલના પતિ જયેશ પટેલ પ્રાઈમરી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતાં હોવાનું હાલ જાણવા મળ્યું છે.

રાતે પત્ની ઘરેથી પોતાનું એક્ટિવા લઈને નોકરી જવા માટે નિકળ્યાં હતાં તે દરમિયાન પતિ પત્નીનો પીછો કરતો હતો અને ન્યુ વીઆઈપી રોડ પર વૈકુંઠ-2 સોસાયટીના દરવાજા નજીક પત્નીને પાછળથી બોથડ પદાર્થનો ફટકો મારી પતિ ત્યાંથી ભાગી ગયો હતો. ચાલુ એક્ટિવા પર પત્નીને માથામાં ફટકો વાગતાં જ રોડ પર પડી ગઈ હતી અને સ્થળ પર જ મોતને ભેટી હતી. મોડી રાતે પોલીસને ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મોડી રાતે પતિ જયેશની ધરપકડ કરી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

You cannot copy content of this page