Only Gujarat

FEATURED International

દીકરી જન્મી તો ઉંમર હતી 27 વર્ષ, માતા કરતાં માત્ર દોઢ વર્ષ નાની

વિજ્ઞાન ક્યાં સ્તર સુધી પ્રગતિ કરી ચૂક્યુ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, અમેરિકામાં જ્યારે એક બાળકીનો જન્મ થયો ત્યારે તે ટેક્નિકલી 27 વર્ષની હતી અને તે તેની માતાથી દોઢ વર્ષ નાની હતી. હકીકતમાં, મોલીનું ગર્ભ ઓક્ટોબર 1992માં ફ્રીઝ કરવામાં આવ્યુ હતું અને ગિબ્સન પરિવાર દ્વારા ફેબ્રુઆરી 2020માં તેને અપનાવવામાં આવ્યું હતું, ત્યારબાદ આ વર્ષે ઓક્ટોબરમાં મોલીનો જન્મ થયો હતો.

ટીના ગિબ્સનનો જન્મ 1991માં થયો હતો અને તેના અને બેન્જામિનના લગ્નને 10 વર્ષ થયા છે. તેને વંધ્યત્વની સમસ્યા હતી. વર્ષ 2017માં, ટીનાના માતાપિતાએ સ્થાનિક સમાચાર સ્ટેશનમાં રાષ્ટ્રીય ગર્ભ ડોનેશન સેન્ટર નામની સંસ્થા વિશે વાંચ્યુ હતુ. જે મહિલાઓને ગર્ભ ગ્રહણ કરવામાં મદદ કરે છે. પહેલા ટીનાએ આ આઈડિયા પર ખાસ વિચાર્યું નહીં, પરંતુ આ પછી તેણે તેના પતિ સાથે આ સંસ્થામાં જવાનું નક્કી કર્યું.

વ્યવસાયે શિક્ષક ટીનાએ વર્ષ 2017માં તેની પ્રથમ પુત્રીના ગર્ભને દત્તક લીધુ અને તેનો જન્મ નવેમ્બર 2017માં જન્મ થયો જેનું નામ એમ્મા રાખવામાં આવ્યુ. છેલ્લા 24 વર્ષથી એમ્માના ગર્ભને સ્થિર રાખવામાં આવ્યું હતુ. જો કે, વર્ષ 202 માં, મોલીએ એમ્માના રેકોર્ડને તોડ્યો કારણ કે તેનો ગર્ભ છેલ્લા 27 વર્ષથી ફ્રીઝ કરીને રાખવામાં આવ્યુ હતુ. યુનિવર્સિટી ઓફ પ્રેસ્ટન મેડિકલ લાઇબ્રેરીના સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, આ એક પોતાનામાં જ રેકોર્ડ છે.

આ સંસ્થામાં આઈવીએફ ટ્રીટમેન્ટ કરનારા લોકો તેમના ગર્ભનું દાન કરી શકે છે અને ત્યારબાદ તેમને લાંબા સમય સુધી ફ્રીઝ રાખવામાં આવે છે. આ પછી,જે કપલ વંધ્યત્વની સમસ્યામાંથી પસાર થાય છે. તે તેમને દત્તક લઈ શકે છે. ટીના અને બેન્જામિનનાં બંને બાળકો આ પ્રક્રિયા દ્વારા જન્મેલાં છે. એનઈડીસીના ડેટા અનુસાર, હાલમાં ફક્ત અમેરિકામાં જ 10 લાખથી વધુ ગર્ભ ફ્રીઝ રાખવામાં આવ્યા છે.

નેશનલ એમ્બ્રાયો ડોનેશન સેન્ટરના લેબ ડાયરેક્ટર કેરોલ સોમરફેલ્ટે ન્યૂ યોર્ક પોસ્ટ સાથે ગર્ભને ઓગાળવાની સંવેદનશીલ પ્રક્રિયા વિશે વાત કરી કહ્યુ, જ્યાં સુધી ગર્ભ લિક્વિડ નાઇટ્રોજન સ્ટોરેજ ટેન્કમાં -396 ડિગ્રી સુધી યોગ્ય રીતે જાળવવામાં આવે ત્યાં સુધી તેઓ કોઈપણ લાંબા સમય સુધી સલામત રહે છે. તેમણે વધુમાં કહ્યું કે, તે જોવું અદ્ભુત હતુકે, એક ગર્ભ જે ઘણા વર્ષો પહેલા ફ્રીઝ કરાયેલું હતુ, તેણે એક ખૂબજ પ્રેમાળ બાળકનાં રૂપમાં અપનાવવામાં આવ્યું છે.

You cannot copy content of this page