Only Gujarat

Bollywood

પ્રિયંકા ચોપરા હોય કે શિલ્પા શેટ્ટી, આ એક્ટ્રેસિસ છે પતિ કરતાં ઉંમરમાં મોટી

મુંબઈઃ નાના બોયફ્રેન્ડ અને હસબન્ડનો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હવે ગૌહર ખાને પોતાનાથી નાના બોયફ્રેન્ડ અને ફિયાન્સ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી ચૂકી છે. ઉંમરની વાત કરીએ તો મેડમ પોતાના થનારા પતિ કરતાં 12 વર્ષ મોટી છે, પણ કહેવાય છે કે, પ્રેમની કોઈ ઉંમર હોય છે કે, જાતિ. જોકે, ગૌહર ખાન પહેલી એવી એક્ટ્રસ નથી જે આવું કરવા જઈ રહી હોય આ પહેલાં પણ ઘણી ટૉપની એક્ટ્રસે તેમના કરતાં ઉંમરમાં નાના પતિ પસંદ કર્યાં છે. તો અમે તમને જણાવીએ એવી એક્ટ્રસ વિશે.

સૌથી પહેલાં ઉલ્લેખનીય છે કે, છોકરા ઉંમરમાં તેમના કરતાં મોટી પાર્ટનરને કેમ પસંદ કરી રહ્યા છે? તો તેનું સૌથી મોટું કારણ મેચ્યોર હોવું છે.

મોટી છોકરીઓ મેચ્યોર થઈ જાય છે અને ખુદની જવાબદારીઓ ખુદ જ સંભાળી લે છે. બીજુ ઉંમરમાં મોટી છોકરીએ મોટાભાગે આત્મનિર્ભર હોય છે અને એવી જ છોકરીઓ ઇચ્છે છે કે છોકરીઓ ઘર પરિવારની જવાબદારીઓને સંભાળવા માટે તેમનો સાથ આપે.

પ્રિયંકા ચોપરાના વિદેશી બાબૂ પણ તેમનાથી 10 વર્ષ નાના છે. જ્યારે બંનેના લગ્ન થયા તો લોકોએ તેમને ખૂબ જ ટ્રોલ કર્યાં હતાં.

હાલમાં જ નેહા કક્કડે પણ લગ્ન કર્યાં પોતાનાથી 7 વર્ષ નાના સિંગર રોહનપ્રીત સિંહ સાથે. તે અત્યારે હનીમૂન એન્જોય કરીને પાછી આવી છે.

કોમેડિયન ભારતી સિંહ પણ પોતાના પતિથી લગભગ 5થી 7 વર્ષ મોટી છે.

પ્રિયંકાની જેમ સોહા અલી ખાન, બિપાશા બસુ, ઐશ્વર્યા રાય બચ્ચન અને શિલ્પા શેટ્ટી પણ પોતાના પતિ કરતાં ઉંમરમાં મોટી છે, પણ તેમને લગ્ન સંબંધ નિભાવી એક દાખલો બેસાડ્યો છે.

જોકે, અમૃતા સિંહના કેસમાં એવું થઈ શક્યું નહીં તે પણ સૈફ અલી ખાન કરતાં 12-13 મોટી હતી, પણ લગ્ન વધુ વર્ષ ટક્યા નહીં.

મલાઇકા અરોરા અને સુષ્મિતા સેન પોતાના કરતાં નાના છોકરાઓને ડેટ કરી રહી છે અને લગ્નની અફવા પણ ઉડી રહી છે, પણ તે ક્યારે સાચી થશે તે કોઈને ખબર નથી.

You cannot copy content of this page