Only Gujarat

Bollywood

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં નવીના બોલેની ધાસુ એન્ટ્રી

તારક મહેતા.. શોમાં નવીના બોલેનો એક કીમિયો છે. તે સાયકાયટ્રિસ્ટના રોલમાં છે જે જેઠાલાલની ઉંઘ આવવાના ડિસઓર્ડરની સારવાર કરશે. જો કે નવીના બોલે માત્ર 2-3 એપિસોડમાં જ જોવા મળશે. થોડા દિવસ પહેલા જ તેઓએ આ માટે શૂટિંગ કરી હતી.

આ અંગે પૂછવા પર નવીનાએ જણાવ્યું કે હા મેં શો કર્યો હતો. હું પહેલા પણ આ શોમાં કામ કરી ચૂકી છું. પરંતુ જ્યારે પણ હું આ શોમાં કામ કરું છું તો ડોક્ટર જ બનું છું. ગત વખતે ઇટનેસ કોચ બની હતી અને આ વખતે હું સાયકાયસ્ટ્રિસ્ટ બની છું. તારક મહેતા…ની સાથે જોડાઇને હંમેશા સારું લાગે છે. આ એક સારો, સાફ-સુથરો અને એન્ટરટેનિંગ શો છે. ઘણો પોપ્યુલર પણ છે અને આ માટે વાપસી કરવા માટે આ શો એકદમ પરફેક્ટ હતો.

નવીના માટે કોરોના મહામારી વચ્ચે શૂટ કરવાને લઇને ઘણી અસમંજસ હતી કારણ કે તેના ઘરમાં એક બાળક પણ છે. તેણીએ કહ્યું કે પહેલા હું શૂટ કરવાને લઇને મુંજવણમાં હતી કારણ કે ઘરે નાનું બેબી છે. પરંતુ મેં સાંભળ્યું હતું કે તારક મહેતા…ની ટીમ સેટ પર ઘણી સાવધાની અને સુરક્ષા રાખી રહી છે.

મારા મેકઅપ દરમિયાન પણ મેકઅપ ટીમ પીપીઇ કિટ પહેરતા હતા. બધુ સારી રીતે થઇ ગયું. મેં 10 દિવસ સુધી શૂટ કર્યું અને એકદમ સાજી છું. નવીના બોલેએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી.

ત્યારબાદ તે જગજીત સિંહ, ગુલામ અલી, આબિદા પરવીનના મ્યૂઝિક વીડિયોઝ સિવાય અનેક પ્રોજેક્ટ્સમાં દેખાઇ ચૂકી છે. ઇશ્કબાઝ સિવાય નવીના બોલેએ મિલે જબ હમ તુમ, યહાં મેં ઘર ઘર અકેલી અને સજન રે જૂઠ મત બોલો જેવા અનેક ટીવી શોઝ કર્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page