Only Gujarat

Bollywood FEATURED

સલામ છે આ મહિલાને! કોરોનાકાળમાં બ્રેસ્ટ મિલ્ક આપ્યું દાનમાં, ખાસ છે કારણ

42 વર્ષીય ફિલ્મ નિર્માતા અને પ્રોડ્યૂસર નિધિ પરમાર હિરાનંદાનીએ થોડો સમય અગાઉ તેના બાળકને જન્મ આપ્યો છે. જો કે, તેને ખ્યાલ આવી ગયો કે તેની પાસે ખૂબ જ બ્રેસ્ટ મિલ્ક સ્ટોર્ડ છે. જ્યારે તેણે તેના પરિવાર અને મિત્રોને આ વિશે પૂછ્યું, ત્યારે તેઓએ ઘણાં સૂચનો આપ્યા પરંતુ તેમને કોઈ સૂચન ગમ્યું નહીં અને અંતે તેણે તેનું બ્રેસ્ટ મિલ્ક દાન આપવાનું નક્કી કર્યું.

જ્યારે તેણે ઇન્ટરનેટ પર તેની સમસ્યાનું સમાધાન શોધ્યુ, ત્યારે તેણે જોયું કે અમેરિકામાં બ્રેસ્ટ મિલ્ક ડોનેશન થાય છે અને ત્યારબાદ તેણે તેના ઘરની આસપાસ ડોનેશન કેન્દ્રો જોવાની શરૂઆત કરી. નિધિના ગાયનેકોલોજીસ્ટે તેને મુંબઈની એક હોસ્પિટલ વિશે જણાવ્યું જે છેલ્લા એક વર્ષથી બ્રેસ્ટ મિલ્ક બેંક ચલાવે છે.

નિધિના ડોનેશન પહેલાં જ આખા દેશમાં લોકડાઉન થઈ ગયુ હતુ, પરંતુ હોસ્પિટલે તેમને ખાતરી આપી હતી કે, ઘરે આવીને ઝીરો કોન્ટેક્ટ દ્વારા પણ આ ડોનેશન પુરુ થઈ શકે છે. આ વર્ષે મે મહિનાથી અત્યાર સુધીમાં, હિરાનંદાનીએ સૂર્ય હોસ્પિટલના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટને 42 લિટર બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કર્યુ છે.

આ હોસ્પિટલમાં 65 સક્રિય બેડ છે. આ હોસ્પિટલમાં મોટાભાગના બાળકો પ્રીમેચ્યોર હોય છે અને તેનું વજન સામાન્ય કરતા ઓછું હોય છે. વાઇસ ઈન્ડિયા સાથેની વાતચીતમાં, નિધિએ કહ્યું કે, તે તાજેતરમાં હોસ્પિટલમાં ગઈ હતી અને મારે તે જોવાનું હતું કે મારા દાનનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે.

મેં જોયું કે લગભગ 60 બાળકો હતા જેને દૂધની જરૂર હતી અને તે પછી મે નિર્ણય કર્યો કે, હું એક વર્ષ સુધી પ્રયાસો કરીશ કે, આ બાળકોને દૂધ ડોનેટ કરી શકુ. નિધિએ એમ પણ કહ્યું કે, આપણા સમાજમાં બ્રેસ્ટ મિલ્ક વિશે કોઈ ખુલીને વાતો કરતું નથી અને લોકો તેને નિષેધની જેમ જુએ છે.

આ અગાઉ અભિનેત્રી નેહા ધૂપિયા પણ બ્રેસ્ટ મિલ્ક ડોનેશન વિશે વાત કરી ચૂકી છે. ઉલ્લખનીય છેકે, નિધિ સાંડની આંખ જેવી ફિલ્મો સાથે જોડાયેલી રહી છે.

You cannot copy content of this page