Only Gujarat

FEATURED Religion

માલામાલ થવું હોય તો બસ રાવણ સંહિતાના આ મંત્રોનો કરો જાપ

શારદીય નવરાત્રિના નવ નોરતા પુરાં થયાં પછી દશેરા આવે છે. દશેરા તિથિની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ધાર્મિક કથા પ્રમાણે આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરી માતા સીતાને બચાવ્યા હતા. તેથી આ દિવસને વિજયનું પ્રતીક ગણવામાં આવે છે. મહત્વનું છે કે આ વખતે 25 ઓક્ટોબરે દશેરાનું પર્વ ઉજવવામાં આવશે. આ પહેલાં નવ દિવસ મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવશે. તો દશેરાના દિવસે ભગવાન શ્રીરામની પૂજાના મહાત્મ્યનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે રાવણની સાથે મેઘનાથ અને કુંભકર્ણના પણ પૂતળાનું દહન કરવામાં આવે છે. કોઈ પણ આ દિવસે રાવણનું નામ લેવાનું પસંદ કરતું નથી, પણ શું તમે જાણો છો? ભલે કોઈ પણ વ્યક્તિ આ દિવસે રાવણનું નામ લેવાનું પસંદ ન કરતું હોય પણ તે રાવણ દ્વારા રચિત રાવણ સહિતામાં બતાવવામાં આવેલા ઉપાયો જરૂર કરે છે. જી હા, તમને સાંભળવામાં વિચિત્ર લાગ્યું હશે પણ આ સત્ય છે. આજે અમે તમને એ ઉપાયો વિશે જણાવીએ છીએ જેને કોઈ વ્યક્તિ કરે તો, ખાસ તો દશેરાના દિવસે કરે તો, તેને ખૂબ જ શુભ પ્રભાવ મળે છે. આ ઉપાયથી જાતકનું અમીર બનવા નું સપનું પણ પૂરું થાય છે.

ધાર્મિક શાસ્ત્ર મુજબ રાવણે ભલે માતા સીતાનું હરણ કર્યું હોય, પણ રાવણ પરમ જ્ઞાની અને અતિવિદ્વાન હતો. રાવણનો અહંકાર જ રાવણના વિનાશનું કારણ માનવામાં આવે છે. ઘણાં લોકો જાણે છે કે રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. ભગવાન શિવની આરાધના માટે સૌથી શક્તિશાળી સ્ત્રોત શિવ તાંડવની રચના પણ રાવણે જ કરી હતી.

આ ઉપરાંત રાવણને જ્યોતિષ અને તંત્ર-મંત્રની પણ જાણકારી હતી. આ ઉપરાંત એક ગ્રંથ હતો જેને રાવણ સહીતા નામથી ઓળખવામાં આવે છે.

“ૐ સરસ્વતી ઈશ્વરી ભગવતી માતા ક્રાં ક્લીં શ્રીં શ્રીં મમ ધનં દેહિ ફટ્ સ્વાહા” રાવણ સંહિતા મુજબ આ મંત્રનો સતત 40વખત જાપ કરવાથી જાતકને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તો આ મુજબ જે કોઈ વ્યક્તિનું ધન કોઇ કારણસર અટકાયેલું હોય તો તેને પોતાના ધનની પ્રાપ્તિ થાય છે.

જે લોકોને કોઈ કારણને લીધે આર્થિક સ્થિતિનો સ્થાન સામનો કરવો પડતો હોય તો, તેમણે રાવણ સંહિતામાં જણાવ્યા અનુસાર 21 દિવસ સુધી સતત રુદ્રાક્ષની માળાથી “ૐ હ્રીં શ્રીં ક્લીં નમ: ધ્વ: ધ્વ: સ્વાહા” મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.

ભગવાન શ્રી ગણેશને અર્પણ કરવામાં આવતા દુર્વાને પણ રાવણ સંહિતામાં અધિક લાભકારી ગણાવવામાં આવ્યા છે. રાવણ સંહિતામાં જણાવવામાં આવેલા ઉપાય મુજબ વધારે ધન પ્રાપ્તિ માટે દૂધમાં દુર્વાથી માથા પર તિલક કરવું.

આ ઉપરાંત જે કોઇ વ્યક્તિને સમાજમાં માન-સન્માન ન મળતું હોય તે બિલીપત્ર અને ઘોળી તિલક કરવું જોઈએ. જેનાથી વ્યક્તિનું યશ વધે છે.

You cannot copy content of this page