Only Gujarat

Bollywood

બોલિવૂડનો આ એક્ટર થયો હતો બેકાર, આવા કામ કરીને ચલાવે છે ગુજરાન!

મુંબઈઃ જો તમે ‘તુમસે અચ્છા કૌન હૈ’ ફિલ્મ જોઈ હશે તો તમને નકુલ કપૂર જરૂર યાદ હશે. આ ફિલ્મમાં નકુલે લીડ રોલ પ્લે કર્યો હતો, તેમની ઓપોઝિટ કિમ શર્મા અને આરતી છાબડિયા હતી. ફિલ્મમાં નકુલનો દેશી અંદાજ લોકોને ખૂબ જ ગમ્યો હતો અને તે રાતોરાત સ્ટાર બની ગયો હતો, પણ આ ફિલ્મ પછી તે લાઇમલાઇટમાં જોવા મળ્યા નહોતાં. અમે તમને જણાવીએ કે અત્યારે નકુલ ક્યાં છે અને શું કરે છે.

ફિલ્મ ‘તુમસે અચ્છા કૌન હૈ’થી બૉલિવૂડમાં પોપ્યુલર થનારા નકુલ કપૂરના આજે તેમના ફેન્સ લગભગ ભૂલી જ ગયાં છે, પણ એક સમય એવો હતો જ્યારે આ એક્ટર, છોકરીઓના દિલ પર રાજ કરતો હતો. છોકરીઓ પહેલી ફિલ્મ પછી જ ચૉકલેટ બૉય નકુલની દીવાની થઈ ગઈ હતી.

નકુલે તેમના કરિયરની શરૂઆત વર્ષ 1998માં ‘હો ગઈ મહોબ્બત તુમસે’ આલબમથી કરી હતી. આ પછી તેમણે વર્ષ 2001માં ફિલ્મ ‘આજા મેરે યાર’માં કામ કર્યું હતું, પણ તે ફિલ્મ બૉક્સ ઑફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી. આ પછી તે વર્ષ 2002માં નકુલને ફિલ્મ ‘તુમસે અચ્છા કૌન હૈ’ મળી હતી.

આ ફિલ્મ પછી આખા દેશમાં તેમના ફેન્સ બની ગયાં હતાં. તેમને ઘણાં રૂપિયા કમાયા, પણ તે સ્ટારડમને સંભાળી શક્યા નહીં. ફિલ્મના ગીતો સુપરહિટ રહ્યાં હતાં, પણ આ ફિલ્મ પછી નકુલને ફિલ્મોની કંઈ ખાસ ઑફર મળી નહોતી.

તેમણે વર્ષ 2005માં ટીવી સિરિયલ ‘ટર્મિનલ સિટી’માં કામ કર્યું હતું. ઘણાં સમય સુધી કામ ન મળ્યા બાદ તેમણે બૉલિવૂડ સાથે સંબંધ તોડવાનો નિર્ણય કરી લીધો હતો. થોડાં સમય પહેલાં જ્યારે નકુલ કપૂરને અંગે કોઈ સમાચાર સામે આવ્યા નહી તો ફેન્સે તેમને ઇન્ટરનેટ પર શોધવાનું શરૂ કરી દીધું હતું.

દરેક લોકો જાણવા ઇચ્છે છે કે, તે જીવિત છે કે નહીં? ઘણીવાર તેમના મોતની અફવા ઉડી, પણ તમને જણાવી દઈએ કે, નકુલ અત્યારે કેનેડામાં છે અને યોગા ઇન્સ્ટ્ર્ક્ટર બનીને ખૂબ જ ખુશ છે. રિપોર્ટ મુજબ, નકુલ કપૂરનું સપનું હતું કે લોકોને યોગ શીખવાડે. આજે તે આ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

You cannot copy content of this page