Only Gujarat

Bollywood

ડ્રગ્સમાં દીપિકા પાદુકોણ ઉપરાંત શ્રદ્ધા અને નમ્રતા શિરોડકરનું પણ નામ, હજી ઉઘાડા પડશે મોટા માથાંઓ

મુંબઈ: અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મોત બાદ બોલિવૂડના એક પછી એક ‘ડાર્ક સિક્રેટ’ બહાર આવી રહ્યા છે. સુશાંતસિંહની હત્યા થઈ છે કે આત્મહત્યા છે તેની તપાસ ચાલી રહી છે ત્યારે બોલિવૂડના ડ્રગ્સ કનેક્શનથી સનસનાટી મચી ગઈ છે. બોલિવૂડના ડ્રગ્સ કનેક્શનમાં એક પછી એક મોટા નામો સામે આવી રહ્યા છે.

સૌ પહેલાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી બાદ અભિનેત્રી સારા અલી ખાન અને રકુલપ્રીત સિંહનું નામ ડ્રગ્સમાં ચગ્યું હતુ. ત્યાર બાદ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું હતું. દરમિયાન બોલિવૂડની ટોચની વધુ બે અભિનેત્રીઓના નામ ખૂલતા સનસનાટી મચી જવા પામી છે. ટૉપ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને નમ્રતા શિરોડકરના નામ ડ્રગ્સ કનેક્શનમાં ચગ્યા છે. આમ એક પછી એક નામ બહાર આવતાં બોલિવૂડના ચાહકોને મોટો આઘાત લાગ્યો હતો છે. હજી પણ મોટા માથાઓના નામ બહાર આવે તેવી વકી છે. તમામ સેલિબ્રિટીને એનસીબી પૂછપૂછર માટે બોલાવી શકે છે.


મેનેજર સાથે દીપિકા પાદુકોણની ચેટમાં ઘટસ્ફોટ

NCBનીએ સુશાંતસિંહ રાજપુતની ટેલેન્ટ મેનેજર જયા સાહાની પૂછપરછ કરી હતી. જયાની Whatsapp ચેટમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું નામ સામે આવ્યું હતું. ચેટમાં જયા સાહા પાસે શ્રદ્ઘા કપૂર સીબીજી ઓઈલ માંગતી જોવા મળે છે. દરમિયાન NCBની ટીમે જયા સાહાની કરિશ્મા પ્રકાશ નામની મેનેજરની પૂછપરછ કરી હતી. જેમાં મેનેજર કરિશ્મા પ્રકાશ સાથે અભિનેત્રી દીપિકા પાદુકોણની વાતચીતની ચેટ સામે આવી છે.


દીપિકા પાદુકોણે પૂછ્યુ ‘માલ પડ્યો છે?’

NCBના એક મોટા અધિકારીએ ટીવી ચેનલ ‘આજતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ પણ સામે આવ્યું છે. દીપિકા પાદુકોણની એક ચેટ પણ મળી છે, જેમાં દીપિકા પાદુકોણ જયા સાહાની કંપનીની મેનેજર કરિશ્મા પ્રકાસ સાથે વાતચીત કરી રહી છે. આ મામલામાં મેનેજર કરિશ્માને એનસીબીએ સમન્સ આપી પૂછપરછ માટે બોલાવી છે. મીડિયા અહેવાલ મુજબ NCB દીપિકા પાદુકોણના મેનેજરને પૂછપરછ માટે બોલાવી શકે છે.


કોર્ડવર્ડમાં થતી વાતચીત

ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ Whatsapp ચેટમાં કોર્ડવર્ડમાં વાત થતી હતી. એક વ્હોટ્સએપ ગ્રુપમાં જયાએ બોલિવૂડની ટોચની એક્ટ્રેસિસ સાથે ડ્રગ્સ અંગે વાત કરી હતી. જયાના ફોનમાં આ બંનેના નામ ‘D’ તથા ‘K’ તરીકે સેવ કરવામાં આવ્યા હતા. ચેનલના દાવા પ્રમાણે ‘D’એટલે દીપિકા પાદુકોણની’K’સાથેની 28 ઓક્ટોબર, 2017ના રોજ થયેલી વાતચીત બહાર આવી છે. જે આ મુજબ છે-

  • સવારે 10.03 વાગે, Dએ Kને કહ્યું, તારી પાસે માલ છે?
  • સવારે 10.05 વાગે, Kએ જવાબ આપ્યોઃ હા મારી પાસે છે પરંતુ ઘરે છે. હાલમાં હું બાંદ્રામાં છું
  • સવારે 10.05 વાગે, Kએ લખ્યું: જો તું ઈચ્છે તો અમિતને પૂછી શકે છે
  • સવારે 10.07 વાગે, Dએ લખ્યું: હા… પ્લીઝ…
  • સવારે 10.08 વાગે, Kએ લખ્યું: અમિત તેની સાથે જ રાખે છે
  • સવારે 10.12 વાગે, Dએ લખ્યું: હૅશ છે ને?
  • સવારે 10.12 વાગે, Kએ લખ્યું: ના, વીડ છે
  • સવારે 10.14 વાગે, Kએ લખ્યું: કોકોની પાસે તું કેટલા વાગે આવીશ
  • સવારે 10.15 વાગે, Dએ લખ્યું: 11.30/12
  • સવારે 10.15 વાગે, Dએ લખ્યું: ત્યાં સુધી તે ક્યા છે?
  • Kએ લખ્યું: મને લાગે છે કે તેણે 11.30નું કહ્યું હતું, કારણ કે 12 વાગે તેને બીજી જગ્યાએ જવાનું છે.


અભિનેત્રી નમ્રતા શિરોડકરનું નામ પણ આવ્યું સામે

દીપિકા ઉપરાંત વિતેલા જમાનાની સફળ અભિનેત્રી નમ્રતા શિરોડકરનું નામ પણ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ડ્રગ્સ અંગે એક અભિનેત્રી પૂછપછર કરી રહી છે, જેનો નંબર N નામ સામે જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એક્ટ્રેસ નમ્રતા શિરોડકર છે. આ ચેટમાં લખવામાં આવ્યું છે કે ‘‘તે મને પ્રોમિસ કર્યું હતું કે મને સારો MD બોમ્બેમાં આપીશ અને આપણે સાથે પાર્ટી કરીશું.’’ પછી અભિનેત્રીએ કહ્યું કે, ‘‘મને ખરેખર બ્રેકની જરૂર છે.’’ જેના જવાબમાં જયા સાહા કહે છે- ‘‘તુ મને એક પેડલર બનાવી રહી છો, છતાં પણ તારી વિશ મારા માટે આદેશ છે.’’


શ્રદ્ધા કપૂરની CBD ઓઈલ માંગતી ચેટ બહાર આવી

ન્યૂઝ ચેનલ આજ તકે જયા તથા શ્રદ્ધા કપૂરની ચેટ જાહેર કરી હતી. આજ તકના અહેવાલ પ્રમાણે, આ ચેટમાં જયા કહે છે, ‘જ્યારે તું નીચે આવે ત્યારે મને ફોન કરજે. હું નીચે આવીશ અને તને આપી દઈશ.’ પછી જયા કહે છે, ‘હેલ્લો, હું આજે તને CBD ઓઈલ મોકલી રહી છું.’ આ વાત પર શ્રદ્ધા કહે છે, ‘હાય, થેંક્યૂ.’ જવાબમાં જયા સ્માઈલી મોકલે છે. ત્યારબાદ શ્રદ્ધા કહે છે, ‘સાંભળ, SLBને મળવાની ઈચ્છા છે.’ કહેવામાં આવી રહ્યું છે કે SLB બોલિવૂડનું મોટું નામ છે.

સુશાંતે પ્રથમવાર સૈફની દીકરી સાથે લીધો હતો ડ્રગ્સનો હેવી ડોઝ
આ પહેલાં એનસીબીની તપાસમાં સારા અલી ખાન બાદ શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, રિયા ચક્રવર્તીએ NCBને આપેલા નિવેદનમાં સારા બાદ શ્રદ્ધા કપૂરનું નામ પણ લીધુ છે. એવામાં તેને પણ સમન પાઠવવામાં આવે તેવી શક્યતા છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં, સુશાંતના ફાર્મહાઉસમાં કેરટેકર રહેલા રઈસે કહ્યું કે, ફિલ્મ ‘છિછોરે’ની સક્સેસ પાર્ટી માટે શ્રદ્ધા કપૂર સુશાંત સાથે ફાર્મહાઉસ પર પહોંચી હતી. કેરટેકર રઈસે જણાવ્યું કે, શ્રદ્ધા કપૂર ઉપરાંત ‘છિછોરે’ના બીજા એક્ટર્સ પણ લોનાવલામાં પાવના લેક પાસેના ફાર્મહાઉસમાં આવ્યા હતા. તમામે ત્યાં એક આઈલેન્ડ પર પાર્ટી કરી હતી. રઈસે જણાવ્યું હતું કે, 2018માં ફિલ્મ ‘કેદારનાથ’ની રીલિઝ સમયે સારા અલી ખાન મોટાભાગે સુશાંત સાથે તેના ફાર્મહાઉસ પર જતી હતી અને પાર્ટી પણ કરતી હતી. રિપોર્ટસમાં રિયાના નિવેદનનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું કે, ફિલ્મ ‘કેદારનાથ’ની શૂટિંગ દરમિયાન સુશાંત ફૂટ હિલ અને હિમાલય પર હતો ત્યારે ત્યાં સરળતાથી ડ્રગ્સ મળી રહેતું હોવાથી તે એડિક્ટેડ થઈ ગયો હતો.

જયા સાહા બની શકે છે બોલિવૂડમા ડ્રગ્સ કાર્ટેલની મહત્વની લિંક
જયા સાહાના મોબાઈલથી રિટ્રીવ થયેલા ડેટામાં જાણવા મળ્યું છે કે બોલિવૂડ સેલેબ્સ તેને સીબીડી ઓઈલ અને ડ્રગ્સ બાબતે પૂછ્યા કરતા હતા. મીડિયા રિપોર્ટ મુજબ રિયા પછી જયા સાહા બોલિવૂડના ડ્રગ્સ કાર્ટલની મહત્વની લિંક સાબિત થઈ શકે છે. આ પહેલાં રિયા અને જયા સાહાની ચેટને ઈડીએ રિટ્રીવ કરી હતી. જેમાં જયાએ રિયાને કહ્યું હતું કે સુશાંતને સીબીડી ઓઈલના કેટલાક ટીપા આપી દે, જે 30-40 મિનિટમાં તેની અસર દેખાડશે. ત્યાર પછી ઈડીએ જયા સાહાની પૂછપરછ કરી હતી. જોકે જયા સાહાએ ઈડીને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ક્યારેય સીબીડી ઓઈલ જેવું કંઈ કોઈને સપ્લાય કર્યું નથી.

જયાએ જ રિયાને સુશાંતને સીબીડી ઓઈલ આપવાની આપી હતી સલાહ
જયાના જણાવ્યા મુજબહ સુશાંતસિહં રાજપુતે તેને કોન્ટેક્ટ કર્યો હતો અને કહ્યું હતું કે તે ડિપ્રેશનનો સામનો કરી રહ્યો છે. એટલા માટે તેણે સીબીડી ઓઈલને ચા કે કૉફી સાથે લેવાની સલાહ આપી હતી, જેથી એક્ટરને રિલેક્સ મહેસૂર થાય. જયાએ ઈડીને એ પણ જણાવ્યું હતું કે તેણે જે ઓઈલની સુશાંત માટે ભલામણ કરી હતી તે પૂરી રીતે લીગલ છે અને સરળતાથી શોર્પિંગ પોર્ટર્લ્સ પર મળી જાય છે.

 

 

You cannot copy content of this page