Only Gujarat

Bollywood FEATURED

બીજીવાર માતા બન્યા બાદ ‘પ્રેરણા’એ કેવી રીતે ઘટાડ્યું વજન, 3 વર્ષ બાદ જણાવી આ વાત

મુંબઈ: ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી હાલ શો ‘મેરે ડેડ કી દુલ્હન’માં નજર આવી રહી છે. સાથે જ ગત નવેમ્બરમાં તેની વેબસીરીઝ ‘હમ તુમ ઔર દેમ’ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીલિઝ થઇ ગઇ હતી. જેમાં એક્ટ્રેસને પ્રથમ વખત બોલ્ડ અવતારમાં દેખાઇ હતી. પરંતુ આ વેબસીરિઝમાં શ્વેતા તિવારીનું ટ્રાન્સફોર્મેશન જોવા લાયક હતું.

આ વેબસીરિઝમાં 39 વર્ષિય શ્વેતા તિવારીને ખુબ જ ફિટ અને યંગ દેખાડવામાં આવી છે. જેમાં તે નાની ઉંમરની લાગી રહી હતી. આ વેબસીરિઝનું શૂટિંગ એક્ટ્રેસે બીજી વખત મા બન્યાને અંદાજે બે વર્ષ બાદ શરૂ કર્યું હતું.

શ્વેતા તિવારી બીજી વખત મા નવેમ્બર 2016માં બની હતી. પુત્રની ડિલિવરી બાદ એક્ટ્રેસનું વજન ઘટી ગયું હતું. તે પોતાના વજનને ઘટાડવાને લઇને ખુબ પરેશાન થઇ ગઇ હતી કે તે પોતાનું વજન કેવી રીતે ઘટાડે.

પુત્રના જન્મના ત્રણ વર્ષ બાદ હવે શ્વેતા તિવારીએ પોતાનું ઓછું વજન કેવી રીતે કર્યું તે અંગે ખુલાસો કર્યો છે. તેણીએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ખુબ જ ફિટ અને સુંદર દેખાઇ રહી છે. આ ફોટોને કરવાની સાથે જ એક્ટ્રેસે કેપ્શનમાં વજનને ઘટાડવાને લઇને ખુલાસો પણ કર્યો.

શ્વેતા તિવારીએ પોસ્ટમાં લખ્યું કે પુત્રના જન્મ બાદ મારી સામે એક પ્રશ્ન આવ્યો કે હું મારું વજન કેવી રીતે ઘટાડું. મારું વજન 73 કિલો હતું અને મારે તેને ‘હમ તુમ ઔર દેમ’નું શૂટિંગ શરૂ થાય તે પહેલા જ ઘટાડવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ હું એ સમયે મારા ન્યૂબોર્ન બેબી સાથે વધુ વ્યસ્ત હતી અને એ સમય સાચે જ મારા માટે એક્સરસાઇઝ કરવાનું જરૂરી હતું.

શ્વેતાએ પોસ્ટમાં આગળ લખ્યું કે ‘સાચું કહું તો એ સમયે @kskadakiaની ડાયેટે 10 કિલો વજન ઘટાડવા મારી મદદ કરી. હું ડાયેટની સાથે સાથે એક્સરસાઇઝ પણ કરતી હતી. શરૂઆતમાં મેં @kskadakiaની ડાયેટની મદદથી 10 કિલો વજન ઘટાડ્યું. હું ખરેખર ભાગ્યશાળી છું કે મે એ સમયે અનુભવ્યું કે મારે ખરેખર તેની જરૂર હતી.

શ્વેતાએ વધુમાં જણાવ્યું કે મારા માટે કુલ મળીને આ ખુબ જ ફાયદાકારક છે અને હજુ પણ આ ખુબ જ મજેદાર છે. મને મારું ડાયેટ જમવાનું ગમે છે અને હંમેશા હું આગળના જમવા માટે તૈયાર રહું છું. આ એક પ્રોફેસનલ પોસ્ટ નથી. આ એ તમામ સવાલોનો જવાબ છે જે મને રોજ પૂછવામાં આવી રહ્યાં છે.

હાલ શ્વેતા તિવારી રિયલ લાઇફમાં બે બાળકોની માતા છે. તેના બંને બાળકો બે લગ્ન દરમિયાનના છે. મોટી પુત્રી પલક ચૌધરી રાજા ચૌધરીથી છે. રાજા ચૌધરી સાથે શ્વેતાએ 2007માં અલગ થઇ હતી. ત્યારબાદ શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા, જેમાં તેને એક પુત્ર રેયાંશ કોહલી છે.

કહેવાય છે કે શ્વેતા તિવારીએ બે લગ્ન ભલે કર્યા પરંતુ તેણીને આજસુધી સાચો પ્રેમ નથી મળ્યો. બે લગ્ન છતા આજે પણ તે એકલી છે અને પોતાના બાળકોની ઉછેર એકલી જ કરે છે. શ્વેતાએ અભિનવ પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો હતો અને તેની સામે ફરિયાદ પણ દાખલ કરી હતી. આજે શ્વેતા તેની સાથે સંબંધ તોડી એકલી રહે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page