Only Gujarat

Bollywood

રેખાનો પડછાયો બનીને રહે છે આ વ્યક્તિ, દરેક જરૂરિયાતો પણ કરે છે પૂરી, આખરે કોણ છે આ?

મુંબઈઃ હિંદી સિનેમાના સદાબહાર અભિનેત્રી રેખા 65 વર્ષના થઈ ચુક્યા છે પરંતુ તેમની ખૂબસૂરતી હજુ પણ યથાવત છે. ‘ઉમરાવ જાન’, ‘ઈજાજત’, ‘ઘર’ અને ‘કલયુગ’ જેવી ફિલ્મોથી ઓળખ બનાવી ચુકેલી રેખાએ 1966માં દક્ષિણ ભારતીય ફિલ્મ ‘રંગુલા રત્નમ’થી પોતાની અભિનયની કરિયરની શરૂઆત કરી હતી. રેખાનું જીવન કિસ્સા અને અટકળોથી ભરેલું છે અને લોકોનો પણ તેમાં ખૂબ જ રસ રહ્યો છે. રેખાના વિશે સૌથી વધુ ચર્ચા તેની સેક્રેટરીને લઈને થાય છે.

રેખા સાથે ઘણીવાર પાર્ટી, ઈવેન્ટ, અવૉર્ડ્સ શો, ક્યારેક તો સંસદમાં પણ સેક્રેટરી સાથે જોવા મળે છે. રેખાની સેક્રેટરીનું નામ ફરજાના છે. ફરજાના લગભગ 32 વર્ષોથી રેખાની સાથે છે. હંમેશા સફેદ કપડામાં જોવા મળતી ફરજાના પહેલા હેર સ્ટાઈલિસ્ટ હતી. રેખાને મળ્યા બાદ ફરજાના તેમનું તમામ કામકાજ જોવા લાગી.

ફરજાનાનો પોષાક પુરૂષો જેવા હોય છે. બંનેના સંબંધને લઈને ઘણું કહેવામાં આવ્યું છે. પરંતુ અમે તેની પુષ્ટિ નથી કરતા. કહેવામાં આવે છે કે રેખાના રૂમમાં કોઈને આવવાની છૂટ નથી, સિવાય કે ફરજાના. રેખા અને ફરજાનાના સંબંધો પર પત્રકાર માલવિકા સંઘવી કહે છે કે- રેખા માટે ફરજાના યોગ્ય છે. ફરજાના રેખાની આંખ, કાન, નાક અને સલાહકાર, મદદગાર છે.

રેખાના તેના વગર નથી રહી શકતી. રેખાને કઈ વસ્તુ પરેશાન કરે છે, તે ફરજાના સારી રીતે જાણે છે. રેખા તેને પોતાની બહેન માને છે. પરંતુ બહારની દુનિયા બંનેના સંબંધો પર અત્યાર સુધી માત્ર અટકળો જ લગાવવામાં આવી રહી છે. સત્ય કોઈને નથી ખબર. રેખાના અંગત જીવનની વાત કરીએ તો અમિતાભ અને તેના પ્રેમના કિસ્સાના આજે પણ ચર્ચા થાય છે. રેખાને જોશો તો તેને ચહેરા પર સ્મિત જોવા મળશે. પરંતુ આંખમાં ખાલીપણું દેખાય છે.

રેખાએ પોતાના કરિયરમાં 175 હિંદી અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ‘ખૂબસૂરત’, ‘ખૂન ભરી માંગ’, ‘ખૂન ઔર પસીના’, ‘મુકદ્દર કા સિકંદર’ અને ‘ઉમરાવ જાન’ સામેલ છે. રેખાને ત્રણ વાર ફિલ્મફેર અને એક વાર રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવી ચુક્યા છે. રેખાને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવી છે.

You cannot copy content of this page