Only Gujarat

Bollywood

સુપરસ્ટાર મહેશ બાબુના સાવકા ભાઈએ 60માં વર્ષે પવિત્રા સાથે કર્યાં ચોથા લગ્ન, જુઓ તસવીરો

મુંબઇ : સાઉથના કલાકાર નરેશે આખરે અભિનેત્રી પવિત્રા લોકેશ સાથે ચોથાં લગ્ન કરી લીધાં છે. ૬૦ વર્ષીય નરેશે ખુદ ચોથાં લગ્નનાં ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. બીજી તરફ ખુદ પવિત્રાનાં પણ આ ત્રીજાં લગ્ન છે.

સાઉથના સુપર સ્ટાર મહેશ બાબુનો સાવકો ભાઈ નરેશ પવિત્રા સાથેના તેના સંબંધોને કારણે ચર્ચામાં આવ્યો હતો. તે અને પવિત્રા એક રુમમાં સાથે પકડાયાં હતાં. નરેશની ત્રીજી પત્ની રામ્યા રઘુપતિએ ત્યારે તેને ચંપલે ચંપલે ફટકાર્યો હતો. એ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો.

અગાઉ ત્રણ ત્રણ વખત પરણી ચૂકેલા નરેશને ત્રણ સંતાનો પણ છે. બીજી તરફ પવિત્રાનાં આ ત્રીજાં લગ્ન છે. તે અગાઉ એક સોફ્ટવેર એન્જિનિયર અને બાદમાં એક કન્નડા એક્ટર સાથે લગ્ન કરી ચુકી છે.

તેનાં બે સંતાનો છે. નરેશ અને પવિત્રાના સંબંધો બે વર્ષથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બન્યા છે.

You cannot copy content of this page