Only Gujarat

Bollywood FEATURED

લોકડાઉન દરમિયાન ઐશ્વર્યા રાય જેવી દેખાતી આ અભિનેત્રી સાથે થઈ છેતરપિંડી, જાણો કેવી રીતે

મુંબઈ: દેશભરમાં જ્યાં કોરોના વાયરસના ચેપના કારણે સરકારે લૉકડાઉનનું એલાન કર્યું છે. સામાન્ય લોકો સહિત તમામ સ્ટાર્સ પોતાના ઘરે પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. એવામાં લોકો ઘરેથી ઑનલાઈન જ સામાન મંગાવી રહ્યા છે, પરંતુ આ વચ્ચે સલમાન ખાનની અભિનેત્રી સ્નેહા ઉલ્લા સાથે પણ છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.

આટલા રૂપિયાની થઈ છેતરપિંડી: સલમાન ખાનની ફિલ્મ ‘લકી’થી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી સ્નેહા ઉલ્લાન અને તેના પરિવારનો એક મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તેમણે ઘરનો કેટલોક સામાન ઑનલાઈન ઑર્ડર કરવા માટે એક ફોન કર્યો હતો. જેની સાથે તેમણે કેટલીક જાણકારીઓ શેર કરી હતી. થોડી વાર બાદ તેમના ખાતામાંથી 25 હજાર રૂપિયા કપાઈ ગયા. જેની ફરિયાદ તેમણે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે.

મીડિયા રિપોર્ટ્સની માનીએ તો સ્નેહા પોતાની કઝિન સાથે બાંદ્રામાં રહે છે. લૉકડાઉનના કારણે તે ઘરની બહાર નથી નીકળી રહી. ઘરમાં સામાન ખૂટી જતા તેણે ગ્રોસરીનો સામાન ઑનલાઈન ઑર્ડર કરવા માટે એક કૉલ કર્યો. જેની ડિલીવરી કેશમાં થવાની હતી. અભિનેત્રીને લઈને કહેવામાં આવે છે કે, તે ઐશ્વર્યા રાય બચ્ચન જેવી દેખાય છે. એટલે જ સલમાને તેનું બૉલીવુડમાં ડેબ્યૂ કરાવ્યું હતું.

વેપારીએ આપ્યું આ બહાનું: રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે, વેપારીએ અભિનેત્રીને કહ્યું કે તેની દુકાન લૉકડાઉનના કારણે બંધ છે અને તે સીધો પોતાના ગોડાઉનથી સામાન મોકલી રહ્યો છે. જેથી તેમણે સ્નેહાની કઝિનને ઑનલાઈન પેમેન્ટ કરવા કહ્યું. જ્યારે તેમણે ડિલિવરી કરતા સમયે કાર્ડ સ્વાઈપિંગ મશીન લાવવાની કહ્યું તો, તેણે ખરાબ છે એમ કહીને વાત ટાળી દીધી. સેલરે વાત વાતમાં કાર્ડની વિગતો માંગી અને બિલ બનાવી દીધું.

સ્નેહા અને તેની બહેન કલાકો સુધી સામાનની રાહ જોતા રહ્યા પરંતુ કોઈ ન આવ્યું. જે બાદ તેમને થોડી શંકા ગઈ. જ્યારે તેમણે અકાઉન્ટની ડિટેઈલ ચેક કરી તો તેમને તગડો ઝટકો લાગ્યો. તેમના ખાતામાંથી 25 હજાર રૂપિયા ગાયબ થઈ ગયા હતા. જે બાદ તેમને અહેસાસ થયો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે અને તેમણે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page