Only Gujarat

Bollywood FEATURED

ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નીએ હવે એવું તે શું કર્યું કે લોકો ગણાવી રહ્યાં છે દગાબાજ

ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો શેર કરી છે. શાયરીની સાથે શેર કરવામાં આવેલી તસવીરને તેના ફોલોઅર્સ ખુબ જ પસંદ કરી રહ્યાં છે અને તસવીર ખુબ વાયરલ પણ થઇ રહી છે. એટલું જ નહીં પોસ્ટ પર વિવિધ કોમેન્ટ્સ પણ કરવામાં આવી રહી છે. જેમાંથી એક કોમેન્ટમાં લખવામાં આવ્યું કે દગાબાજ છો આપ.

ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમી પોતાની બોલીંગથી દિગ્ગજ ખેલાડીઓને પવેલિયનનો રસ્તો દેખાડી ચૂક્યા છે. પરંતુ તેમની પત્ની હસીન જહાં પણ ઓછી મશહૂર નથી.

હસીન અવાર નવાર ઇંસ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો અપલોડ કરતી રહે છે. જો કે તેમની પણ ફેન્સ ફોલોઇંગ લાંબી છે. એવામાં હસીને ફરીથી સોશિયલ મીડિયા પર પોતાનો સુંદર ફોટો શેર કર્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

હસીન જહાંએ પોતાના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર ફોટો શેર કરતાં લખ્યું છે કે (ગુજરાતીમાં ટ્રાંસલેન્ટ) ‘તમામ ઇતરની ખુશબુ આજે મંદ પડી ગઇ, મિટ્ટીમાં વરસાદની બૂંદ જે ચંદ્ર પર પડી ગઇ’.

હસીન જહાંની તસવીરની સાથે લખવામાં આવેલી શાયરી ખુબ જ વાયરલ થઇ રહી છે. એટલું જ નહીં ફેન્સ તેની પોસ્ટ પર અનેક કોમેન્ટ કરી રહ્યાં છે. તો એક યૂઝર્સે લખ્યું દગાબાજ છો આપ. બીજા ફોલોઅર્સે લખ્યું કે શાયરી પણ કરો છો આપ.

ઉલ્લેખનીય છે કે હસીન જહાં વેબ સીરિઝમાં કામ કરી શકે છે. જો કે આ વાતની પુષ્ટી હજુ થઇ નથી. પરંતુ તેમની પોસ્ટ જોયા બાદ એવું જ લાગે છે.

હસીન જહાંએ થોડા દિવસ પહેલા બેકલેસ પોઝ આપી પોતાના તમામ ફેન્સને ચોંકાવી દીધા હતા. હસીને પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં શમી જેવો જ દેખાતો એક મોડેલ તેની સાથે હતો. એટલું જ નહીં આ તસવીરમાં હસીન બેકલેસ હતી.

હસીન જહાંએ આ પોસ્ટમાં લખ્યું હતું કે ”કલ તુ કુછ નહીં થા તો મેં પાક થી, આજ તુ કુછ બન ગયા તો મેં નાપાક હો ગઇ, જુઠ બુરખા ડાલકર બેપર્દા સચ કો મીટા નહીં શકતા, મગરમછ કે આંસૂ કુછ હી દીનો કે સહારા હોતે હેં”

ઉલ્લેખનીય છે કે હસીન જહાં અગાઉ પણ પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૂકી છે. તેના પર પણ તેઓ આલોચકોના નિશાને આવી હતી પરંતુ હસીન જહાંએ પણ દમદાર રીતે વળતો જવાબ આપ્યો. હસીન શરૂઆતથી જ કટ્ટરપંથીઓના નિશાને રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page