Only Gujarat

FEATURED National

દુકાનદાર તમને કેવી રીતે છેતરે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો!

ત્રાજવામાં ચુંબક મૂકીને તોલવામાં ઘટ કરવાનાં ઘણા કિસ્સાઓ સામે આવે છે. પરંતુ બદલાતા યુગમાં જ્યારે ઇલેક્ટ્રોનિક ત્રાજવાએ લીધી તો હવે તોલવામાં ઘટ કરવાના કિસ્સો બંધ થઈ જશે, પરંતુ નફાખોરોએ તેનો માર્ગ પણ શોધી કાઢ્યો. લખનૌમાં સોમવારે UPSTF દ્વારા આવી જ એક ગેંગનો ખુલાસો થયો છે. UPSTFએ લખનૌમાં એક ગેંગ પકડી છે, જે ઇલેક્ટ્રોનિક ત્રાજવાનાં મશીનમાં ચિપ લગાવીને રિમોટથી વજન વધારવાનું અને ઘટાડવાનું કામ કરતી હતી.

STFએ વજન ઘટ કરતાં ઇલેક્ટ્રોનિક સ્કેલ બનાવતી ફેક્ટરીના માલિકની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 172 જેટલા બનેલા અને ન વપરાયેલ ઇલેક્ટ્રોનિક ત્રાજવા મળી આવ્યા છે. લખનૌના કૃષ્ણ નગર વિસ્તારમાં ફેક્ટરી ચાલતી હતી.

એસટીએફના ડેપ્યુટી એસપી અમિતકુમાર નાગરે જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક ત્રાજવું અથવા ઇલેક્ટ્રોનિક વેઇંગ મશીનની મુખ્ય સર્કિટ, તેનું મધર બોર્ડ હોય છે. તેના મધર બોર્ડ સાથે ચેડા કરવામાં આવે છે. જોકે જાણીતી કંપનીઓના ઇલેક્ટ્રોનિક ત્રાજવામાં મધરબોર્ડ સાથે ચેડાં કરવું શક્ય નથી, તેમ છતાં, મધરબોર્ડના કેટલાક સસ્તા અને વર્તમાન ઇલેક્ટ્રોનિક ત્રાજવા ચિપ દાખલ કરીને છેડછાડ કરવામાં આવે છે, જેમાં કોઈપણ વજનને ઘટાડીને અથવા વધારીને બતાવી શકાય છે.

જેવું તમે રિમોટનું બટન દબાવશોકે, સામાનનું વજન ઘટીને દેખાશે. આવા ઇલેક્ટ્રોનિક ત્રાજવા માર્કેટમાં જાણીતી કંપનીઓના ઇલેક્ટ્રોનિક ત્રાજવા કરતા પણ સસ્તાં હોય છે અને તેની સાથે ચેડાં પણ શક્ય છે. તેથી આ જ કારણ છે કે હવે મોટાભાગની દુકાનોમાં સમાન સસ્તા અને ઘટતોલવાળા ત્રાજવા મળે છે.

આ રીતે છેતરવામાં આવે છે
ડેપ્યુટી એસપી અમિત કુમારે ઇલેક્ટ્રોનિક ત્રાજવાનાં મશીનની મદદથી ડેમો પણ બતાવ્યો, તેને કેવી રીતે સેટ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે કેવી રીતે બટન દબાવવાથી તે 2 કિલોનાં વજનને દોઢ કિલો વજન બતાવશે. પછી ફરીથી તે જ બટન દબાવવાથી 2 કિલો દેખાશે.

ચાઇનીઝ રિમોટથી કંટ્રોલ કરવામાં આવે છે
તેમણે કહ્યું હતું કે મધરબોર્ડ સાથે ચેડા કરીને 2 કિલો પણ 1.5 કિલો થઈ શકે છે અને ગ્રાહકે સરળતાથી છેતરી શકાય છે. તેમણે કહ્યું કે આ સિવાય ઘટતોલ પણ ચિપ દ્વારા કરી શકાય છે. ચિપ લગાવ્યા બાદ બજારમાં ઉપલબ્ધ ચાઇનીઝ રિમોટથી દૂરથી જ નિયંત્રિત કરી શકાય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page