Only Gujarat

National

વિશાળ નાગને જોતાં જ લોકોએ કહ્યું, ‘આવડો મોટો કોબ્રા તો ટીવીમાં જ જોયો છે’

લખનઉ: 15 ફૂટ લાંબો, 6 ઈંચ પહોળો અને 50 કિલો વજનવાળો વિશાળકાય કિંગ કોબ્રા…જેણે પણ રસ્તાના કિનારે આ સાપને જોયો તે દંગ રહી ગયા. જાણકારોનું કહેવું છે કે જે સાપની ઉંમરની 100 વર્ષની હોય, એ જ આટલો મોટો આકાર હાંસલ કરી શકે છે. આ નાગના ફેણ પર ચિહ્ન પણ બનેલું હતું, જે આ સાપ કિંગ કોબ્રા હોવાનું સાબિત કરે છે.

ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લામાં તે સમયે ભય ફેલાઈ ગયો, જ્યારે નેશનલ હાઈવેના કિનારે ઝાડમાં એક મહાકાય કિંગ કોબ્રા જોવા મળ્યો. કિંગ કોબ્રાને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. કોબરા સાપ ખૂબ લાંબા સમય સુધી ઝાડ પર લટકતો રહ્યો હતો. લાંબા સમય બાદ કોબ્રા ઝાડ પરથી ઉતરીને જંગલમાં ચાલ્યો ગયો હતો.

હમીરપુર જિલ્લાના મોહદા ગામ પાસે નેશનલ હાઈવે-34ના કિનારે ઝાડ પર આ સાપ જોવા મળ્યો હતો. મહાકાય સાપ અંગેની વાત ફેલાતા લોકોનો ટોળેટોળાં સાપને જોવા આવ્યા હતા. જોકે અમુક લોકોએ ભયના માર્યા દૂરથી જ સાપને નિહાળીને ચાલતી પકડી હતી.

લાંબા સમય બાદ કિંગ કોબ્રા ઝાડથી ઉતરીને જંગલમાં ચાલ્યો તો ગયો પણ લોકોમાં હજી ડર વ્યાપેલો છે. લોકો આ વિશાળ કોબ્રાને પકડવાની માંગ કરી રહ્યા છે. હાલ આ કોબ્રા સાપ હાઈવેની બાજુમાં જંગલમાં હાજર છે.

લોકોનું કહેવું છે કે આટલો મોટો કોબ્રા ફક્ત ટીવીમાં જોયો છે. આજે પહેલી વખત આટલો મહાકાય કોબ્રા નજરે જોયો.

સાપની બાબતોના જાણકારોનું કહેવુ છે કે કિંગ કોબ્રા સાપનો વિશાળ આકાર જોઈને એવું લાગે છે આની ઉંમર અંદાજે 100 વર્ષની આસપાસ હોવી જોઈએ.

 

You cannot copy content of this page