સરપંચ જમીન પર બેસી કરશે કરશે કામ, લોકો કરી રહ્યા છે વખાણ, જુઓ તસવીરો

જયપુર: રાજસ્થાનમાં બે સરપંચોએ અનોખું કામ કર્યું છે. તેમણે એક અનોખી પરંપરાની શરૂઆત કરી છે. જેમાં સરપંચની ખુર્શી પર પોતે ન બેસ્યા, પણ પોતાના આરાધ્ય (પૂજ્ય)ની તસવીર રાખી સરપંચનું કામ શરૂ કર્યું છે. હવે તેઓ પૂરા પાંચ વર્ષ જમીન પર બેસીને ગ્રામ પંચાયતનું કામ જોશે. આ કામથી એવું લાગે છે કે અહીં રામ-ભરત શૈલીમાં શાસન ચાલશે. જોકે કેટલાક લોકોએ આને અંધશ્રદ્ધા ગણી વખોડી કાઢ્યું હતું.

રાજસ્થાનના સિરોહી જિલ્લાના રેવદર ગ્રામ પંચાયતના યુવા સરપંચ અજબરામ અને ઉડવારિયા ગ્રામ પંચાયતના સરપંચ જૈતારામે ચૂંટાયા બાદ સંકલ્પ લીધો છે કે હવે તેઓ પોતાના પૂરા પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન પંચાયત ઓફિસમાં રાખેલી સરપંચની ખુર્શી પર નહીં પણ જમીન પર બેસીને કામ કરશે. એક સરપંચે કાલ ભૈરવ તો બીજા સરપંચે પોતાના ગુરુની તસવીર સ્થાપિત કરી છે.

આ બંને સરપંચની કામ કરવાની આ પદ્ધતિ જોઈને પૌરાણિક કાળમાં દશરથ રાજાના યુવા પુત્રો રામ-ભરતની કહાની યાદ આવી જાય છે. જ્યારે રામના વનવાસ જવા પર ભરતે અયોધ્યાના સિંહાસન પર રામની પાદુકા રાખીને શાસન ચલાવ્યું હતું.

બંને સરપંચોએ અનોખો સંકલ્પ લેતાં પોતાના અલગ-અલગ આરાધ્યની તસવીરો સરપંચની ખુશી પર સ્થાપિત કરી છે અને એટલું જ નહીં તસવીરની પૂજા પણ કરી હતી. સોશયલ મીડિયા પર તસવીરો આવતાં કેટલાંક લોકોએ વખાણ કર્યા હતા, તો કેટલાક લોકોએ આને અંધવિશ્વાસ ગણાવ્યો હતો.

રેવદર ગ્રામ પંચાયતના સરપંચ અજબરામે કહે છે કે તેણે આ સંકલ્પ એટલા માટે લીધો છે, જેથી ખુર્શી પર બેસીને તેનામાં અહંકાર આવ ન જાય. હું જમીન પર બેસી પંચાયતના બધા સભ્યો અને ગ્રામવાસીઓ સાથે જોડાયેલો રહેવા માંગું છું.

જ્યારે ઉડવારિયા ગામના સરપંચ કહે છે કે તેમણે પોતાના બ્રહ્મલીન ગુરુની તસવીર સરપંચની ખુર્શી પર રાખી છે. તેમની પ્રેરણાથી એ સંકલ્પ લીધો છે કે હું બધાને સમાન રીતે જોઈશ અને જમીન પર બેસી જમીન સાથે જોડાયેલો રહીશ.