Only Gujarat

FEATURED National

અમિત શાહ ક્યારેય નથી હાર્યા ચૂંટણી, સામાન્ય કાર્યકર્તા બનીને શરૂ કરી હતી રાજકીય સફર

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ 22 ઓક્ટોબરે 56 વર્ષના થઈ ગયા છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે અમિત શાહનું પૂરું નામ અમિત અનિલચંદ્ર શાહ છે. રાજકારણમાં જોડાતા પહેલા તેઓ પ્લાસ્ટિક પાઇપનો પારિવારિક વ્યવસાય સંભાળતા હતા. શાહના લગ્ન 1987માં 23 વર્ષની ઉંમરે થયા હતા. અમિત શાહની પત્નીનું નામ સોનલ શાહ છે. તેમને જય શાહ નામનો એક પુત્ર છે. અમિત શાહ તેમની રાજકીય કારકીર્દિમાં એક પણ ચૂંટણી હાર્યા નથી. આજે અમે તમને તેના જન્મદિવસ પર આવા જ કેટલાક દુર્લભ ફોટા બતાવી રહ્યા છીએ.

અમિત શાહના લગ્ન 1987માં 23 વર્ષની ઉંમરે થયા હતા. તેમની પત્નીનું નામ સોનલ શાહ છે. સોનલ શાહે પણ આદર્શ પત્નીની જેમ જ દરેક સારા અને ખરાબ સમયમાં તેના પતિ અમિત શાહને ટેકો આપ્યો હતો.

ભાજપ અધ્યક્ષ અમિત શાહની ભાજપની અપાર સફળતામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓ 1982માં નરેન્દ્ર મોદીને પહેલીવાર મળ્યા હતા. તે દિવસોમાં તે અમદાવાદની કોલેજમાં ભણતા હતા. મોદી તે સમયે સંઘના પ્રચારક હતા. 1986માં, તેઓ ભાજપમાં જોડાયા હતા.

1990ના દાયકામાં નરેન્દ્ર મોદીએ અડવાણીની સોમનાથથી અયોધ્યા રથયાત્રામાં મોટી ભૂમિકા ભજવી હતી.

આ તસવીર 1991ના વર્ષની ગાંધીનગરની છે. લાલકૃષ્ણ અડવાણીએ ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ સમય દરમિયાન પીએમ મોદી અને અમિત શાહ પણ હાજર હતા. અમિત શાહે આ ચૂંટણીમાં ગાંધીનગરથી પ્રચારનો હવાલો સંભાળ્યો હતો. આ પછી, જ્યારે 1996માં અટલ બિહારી વાજપેયીએ ગુજરાતમાંથી ચૂંટણી લડી ત્યારે માત્ર અમિત શાહને ચૂંટણી પ્રચારની જવાબદારી મળી હતી.

અમિત શાહે 1997માં ગુજરાતની સરખેજ વિધાનસભા બેઠક પરથી પેટા-ચૂંટણી જીતીને રાજકીય કારકીર્દિની શરૂઆત કરી હતી. 1999માં, તેઓ અમદાવાદ જિલ્લા સહકારી બેંક (એડીસીબી) ના પ્રમુખ તરીકે ચૂંટાયા. 2009માં, તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા હતા.

અમિત શાહ અને સોનલ શાહને એક પુત્ર છે જેનું નામ જય શાહ છે. જય શાહના લગ્ન ઋષિતા પટેલ સાથે ફેબ્રુઆરી 2015માં થયા હતા.

2014માં નરેન્દ્ર મોદીએ અધ્યક્ષ પદ છોડ્યા બાદ તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બન્યા હતા. 2003થી 2010 સુધી તેમણે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ગૃહ મંત્રાલયની જવાબદારી સંભાળી. તેમણે 2012માં નારણપુરાથી વિધાનસભાની ચૂંટણી લડતા પહેલા ત્રણ વખત સરખેજ વિધાનસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. શાહ તેની રાજકીય કારકીર્દિમાં એક પણ ચૂંટણી હાર્યા ન હતા.

સોળમી લોકસભાની ચૂંટણીના આશરે 10 મહિના પહેલા શાહને 12 જૂન, 2013ના રોજ ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા, જ્યારે રાજ્યમાં ભાજપ પાસે માત્ર 10 લોકસભા બેઠકો હતી.

જ્યારે 16 મે 2014ના રોજ સોળમી લોકસભાની ચૂંટણીઓનાં પરિણામો આવ્યા. ઉત્તર પ્રદેશમાં ભાજપે 71 બેઠકો મેળવી હતી. રાજ્યમાં ભાજપનો આ અત્યાર સુધીનો સૌથી મોટો વિજય હતો. જે પછી અમિત શાહને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનાવ્યા હતા. અમિત શાહ 2019માં ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

બીજીવાર કેન્દ્રમાં ભારે મતોની સાથે પોતાની સરકાર બનાવ્યા બાદ ભાજપમાં 30 મે 2019નાં રોજ અમિતશાહે ગૃહમંત્રી પદનાં શપથ લીધા હતા.

You cannot copy content of this page