Only Gujarat

FEATURED National

ખુદ જીજાજી જ સાળાની પત્નીને અશ્લીલ વીડિયો બતાવીને કરતો હતો આ કામ પછી…..

હરિયાણાના ફરિદાબાદમાં 11 ઓગસ્ટે થયેલી બેવડી હત્યામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જીજાએ જ્યારે સાળાની પત્નીને બ્લેકમેલ કરી તો સાળાએ પોતાના સાળાને જ જીજાની હત્યા કરવાની સોપારી આપી દીધી. ફરીદાબાદના જસાના ગામમાં થયેલી દંપતી હત્યાકાંડમાં પોલીસે મૃતક મોનિકાના સગાભાઇની ધરપકડ કરી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક)

આ હત્યાકાંડમાં મોનિકા અને તેના પતિ સુખબીરના હાથ-પગ બાંધી નિર્મમ રીતે હત્યા કરી દેવામાં આવી હતી. આરોપી બ્રહ્મજીત ફરીદાબાદના જસાના ગામમાં થયેલા દંપતી હત્યાકાંડમાં મૃતક મોનિકાનો ભાઇ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે બ્રહ્મજીતના જીજા સુખબીર બ્રહ્મજીતની પત્નીને તેના કેટલાક અશ્લીલ વીડિયો દેખાડી બ્લેકમેલ કરી રહ્યો હતો. આ વાતથી તંગ આવી બ્રહ્મજીતે પોતાના સાળા વિષ્ણુની સાથે મળી પોતાના જીજા સુખબીરની હત્યાનું ષડયંત્ર રચ્યું.

ઘટના સમયે મોનિકા પોતાના ભાઇના સાળા વિષ્ણુને ઓળખી ગઇ હતી. જેના કારણે મોનિકાના પતિ સુખબીરની હત્યા કરવા આવેલા હુમલાખોરોએ મોનિકાની પણ હત્યા કરી નાખી.

જે પ્રકારે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો તેનાથી પોલીસને શંકા સૌથી પહેલા મોનિકાના પરિવાર પર જ ગઇ અને જ્યારે પોલીસે એક એક કરી બધી કડી જોડી તો સામે આવ્યું કે હત્યારો પરિવારમાંથી જ કોઇએ એક છે. હાલ પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર બ્રહ્મજીતને રિમાન્ડમાં લીધો છે. વિષ્ણુ અને તેના સાથીઓની પુછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 11 ઓગસ્ટે ગામ જસાનામાં મોનિકા અને સુખબીરના હાથ-પગ બાંધી ધોળા દિવસે ગોળી મારી ઘરમાં જ હત્યા કરવામાં આવી હતી. હત્યામાં સામેલ ચાર આરોપીઓની સીસીટીવી ફૂટેજથી ઓળખ થઇ ગઇ છે. આ હત્યાકાંડને અંજામ આપવા માટે બ્રહ્મજીતે પોતાના સાળા વિષ્ણુની સાથે મેરઠના 3 સૂટર બોલાવ્યા હતા. હત્યામાં સામેલ મોનિકાની ભાભીના ભાઇ વિષ્ણુ અને 3 શૂટરની પહેલાથી જ પોલીસે ધરપકડ કરી લીધી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page