Only Gujarat

FEATURED Gujarat

માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદથી આખું પાટણ પાણીમાં ગરકાવ હોય તેવા દ્રશ્યો સર્જાયા

પાટણ: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે પાટણમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે જેમાં બુધવારે રાત્રે પાટણ જિલ્લાના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યાર બાદ ગુરુવારે પણ મેઘમહેર ચાલુ જ રહ્યો હતો. જોકે ગુરુવારે સાંજે અચાનક પાટણ શહેરમાં બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.

પાટણ શહેર અને જિલ્લાના ઘણા વિસ્તારોમાં અચાનક ગૂરુવારે સાંજે વરસાદ તુટી પડ્યો હતો જેના કારણે આખા પાટણમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોના રસ્તા પર નદીઓ વહેતી હતી. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

રસ્તા પર નદીઓ વહેતી થતાં લોકોના પાર્ક કરેલા વાહનો વરસાદી પાણીમાં તણાતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. અનેક સોસાયટીઓમાં પાણીના ધસમસતા પ્રવાહમાં વાહનો તણાતા જોઈ લોકો બૂમાબૂમ કરી મુકી હતી અને પોતાના વાહનોને બચાવવા પાણીમાં છલાંગ લગાવીને પકડા દોડ્યા હતાં.

પાટણ શહેરમાં માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતાં અનેક સોસાયટીઓમાં કમર સુધી પાણી વહેતા હતાં. જેને કારણે લોકો ઘરની બહાર જોવા માટે લાઈનો લાગી હતી. ત્યારે પાટણના સોનિવાડા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વહેતો થતાં વાહનો તણાતા જોવા મળ્યા હતાં જોકે બુકડી વિસ્તારમાં એક સાયકલ ચાલક વૃદ્ધ પાણીમાં ખેંચાઈને જતાં હતાં તે દરમિયાન સ્થાનિકોની સાવચેતીને કારણે તેમને પકડી લીધા હતાં.

ગુરૂવારે સાંજે માત્ર બે કલાકમાં પાટણ શહેરમાં ધોધમાર સાડા ત્રણ ઈંચ વરસાદ તુટી પડ્યો હતો. જેના કારણે વરસતાં નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં જ્યારે માર્ગો પર ભરાયેલા પાણીના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી હતી.

ધોધમાર વરસાદના પગલે ઝવેરી બજારમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો અને દુકાનો આગળ પાર્ક કરેલાં બાઈક પાણીમાં તણાતાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં જોકે અમુક વેપારીઓએ પોતાના વાહનો ઓટલા પર ચઢાવી દીધાં હતાં. ઝવેરી બજારમાં પુર જેવાં દ્રશ્યો સર્જાયાં હતાં.

પાટણમાં ધોધમાર વરસાદ ખાબકતાં શહેરીજનોએ વરસાદમાં ભીંજાઈને આનંદ માણ્યો હતો. ત્યારે નાના ભૂલકાઓ વહેતી નદીઓમાં મજા માણી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page