Only Gujarat

FEATURED National

જયપુરમાં દેખાયો વરસાદી તબાહીનો મંજર, માટીમાં દબાઈ રિક્શા અને લક્ઝૂરિયસ ગાડીઓ

પાંચ દિવસના સતત વરસાદે રાજસ્થાનની રાજધાની જયપુરમાં લોકોનું જીવવું દુશ્વાર કરી દીધું. લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. શું ઘર શું મંદિર અને શું ગાડી બધી જ જગ્યાએ માત્ર માટી જ માટી દેખાઇ રહી છે. ઘણા લોકોના ઘર બરબાદ થઇ ગયા તો અનેક ગાડી માટીમાં દબાઇ ગઇ છે.

જયપુરમાં 3 કલાકના વરસાદે 14 ઓગસ્ટે સમગ્ર શહેરમાં કહેર મચાવ્યો હતો પરંતુ તેનાથી પણ વધુ લોકો સરકારની બેદરકારીને કારણે પરેશાન છે. પાંચ દિવસ બાદ પણ લોકોના ઘરમાં કમરડૂબ માટી ભરાયેલી છે.

અનેક ગાડી માટીમાં દબાયેલી પડી છે. જેમની પાસે રોજીરોટી માટે કમાવા માટે કંઇ ન બવ્યું છે તેઓ ગમે તેમ કરી પોતાની રીતે આ મુસીબત સામે ઝઝૂમી રહ્યાં છે.

જયપુરના સુંદર નગરની હાલત સૌથી વધુ ખરાબ છે. અહીં કોઇ ઘર બચ્યું નથી જેમાં ખભાથી લઇને કમર સુધી માટી ન હયો. ગાડી માટીમાં દબાઇને કાટબાળ બની ગઇ છે. 14 ઓગસ્ટે 3 કલાકના વરસાદ દરમિયાન બાંધ ટૂટવાથી પાણીની સાથે માટીનો સૈલાબ આવ્યો અને જોતજોતામાં સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યો.

લોકો જીવ બચાવવા માટે મકાનની છત પર ભાગ્યા અને જ્યારે વરસાદ રોકાયો તો તેમના ઘરમાં કંઇજ ન બચ્યું. ઓટો રિક્સા અને ઇ-રિક્સા ચલાવી પોતાના પરિવારનું પેટ ભરનારા ગરીબો પર આ વરસાદનો વધુ માર પડ્યો છે. તેમની ગાડી માટીમાં દફન થઇ ગઇ છે જેને બહાર કાઢવા માટે તેઓ દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે.

રામ ભરોસે યાદવ બિહારથી જયપુર આવી ઓટો ચલાવતા હતા. આ કમાણીથી ત્રણ ઓટો રિક્સા ખરીદી હતી. હવે વરસાદે તેઓને સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધા. કારણ કે તેમના ત્રણેય ઓટો વરસાદને કારણે સંપૂર્ણ રીતે બરબાદ થઇ ગયા.

અલવરના રામ પ્રસાદ યોગીની પણ ચાર ઓટો રિક્સા માટીમાં દબાઇ ગઇ. જેના કારણએ પાંચ દિવસથી એક રૂપિયાની પણ કમાણી થઇ નથી. પરિવારમાં ભૂખમરી જેવો માહોલ છે.

કંઇક આવી જ હાલત મુકેશ મીણાના મકાનની પણ છે. મકાન તો છે પરંતુ સંપૂર્ણ રીતે માટીમાં દબાયેલું. કારથી લઇને બેડરૂમ સુધી અને કિચન સુધી બધે જ માટી જમાં જ દબાયેલી છે.

તે ખુદ એક-એક કરી પોતાની વસ્તુઓ બહાર કાઢી રહ્યાં છે. સ્વયંસેવી સંસ્થાઓ આવીને ભોજન આપી જાય છે જેથી પરિવાર ગમેતેમ કરી દિવસ ગુજારી રહ્યાં છે.

સરકારી અધિકારીઓએ માટી હટાવવાનો ખર્ચ એક કરોડ રૂપિયા ગણાવ્યો છે. બીજી બાજુ અધિકારીઓ રાહ જોઇ રહ્યાં છે કે કોઇ માટી ખરીદવાવાળું આવે તો તેની પાસેથી જ માટી હટાવી લઇશું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page