Only Gujarat

Bollywood FEATURED

પરિણીત પુરુષો પર આ બોલિવૂડ એક્ટ્રેસિસની બગડી નજર, નામ જાણીને ચમકી જશો

બોલિવૂડમાં ઘણા કપલ એવા છે કે જે સાબિત કરે છે કે પ્રેમ કોઈને જોઈને નથી કરાતો, તે બસ થઈ જાય છે. બોલીવુડની ઘણી અભિનેત્રીઓ પરિણીત પુરુષોના પ્રેમમાં પડી હતી અને ત્યારબાદ તેમની સાથે લગ્ન કર્યા હતા અને તેઓએ તે લગ્નને સારી રીતે નિભાવ્યા પણ હતા. આવો જાણીએ આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે…

બોલિવૂડની ડ્રીમ ગર્લ ગણાતી હેમા માલિનીએ તત્કાલીન પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા. જ્યારે ધર્મેન્દ્ર પહેલા જ પંજાબમાં લગ્ન કરી ચૂક્યો હતો અને તેની પત્નીનું નામ પ્રકાશ કૌર હતું. ધર્મેન્દ્રને હેમા માલિની સાથે એટલો પ્રેમ થયો કે તેણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો જેથી તેને બીજા લગ્ન કરવાની છૂટ મળી શકે. આ પછી ધર્મેન્દ્રએ હેમા સાથે લગ્ન કર્યા હતા.

રવિના ટંડને અગ્રણી ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અનિલ ઠડાની સાથે પ્રેમ કર્યો. જ્યારે અનિલ પહેલાથી લગ્ન કરી ચૂક્યો હતો, તેની પત્નીનું નામ નતાશા સિપ્પી હતું. નતાશા અને અનિલને બે બાળકો છે પણ તેમનું લગ્નજીવન એટલું સફળ નહોતું થયું, તેથી અનિલ નતાશાને છૂટાછેડા આપી દીધા. અનિલે 2003માં નતાશા સાથે છૂટાછેડા લીધા બાદ રવીના સાથે લગ્ન કર્યા હતા.

દક્ષિણ ભારત પછી, બોલિવૂડમાં નામ અને ખ્યાતિ મેળવનારી પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવીને ફિલ્મ ઉદ્યોગમાં જાણીતા બોની કપૂર સાથે પ્રેમ થઈ ગયો. બોની કપૂર પણ તેને એટલો જ પ્રેમ કરવા લાગ્યા. જો કે તે સમયે બોની વિવાહીત હતા અને તેમની પત્નીનું નામ મોના કપૂર હતું. 1996માં, બોનીએ શ્રીદેવી સાથે લગ્ન કર્યા અને તેમની બે પુત્રીઓ – જાહ્નવી કપૂર અને ખુશી કપૂર છે.

અભિષેક બચ્ચન સાથે બ્રેકઅપ પછી કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લગ્ન કર્યા. સંજય કપૂરે તે સમયે વિવાહીત હતા અને તેમની પત્નીનું નામ નંદિતા મેહતાની હતું. કરિશ્મા કપૂર અને સંજય કપૂરે 2003માં લગ્ન કર્યા હતા પરંતુ તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા. 2016માં બંનેએ એક બીજાને છૂટાછેડા આપી દીધા હતા. સંજય અને કરિશ્માને બે બાળકો છે – સમાયરા અને કિયાન. આ બંને હવે કરિશ્મા સાથે રહે છે.

આ કડીમાં બોલિવૂડની અન્ય એક અભિનેત્રીનું નામ જોડાયેલ છે. કરીના કપૂરની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરા પણ એક પરિણીત વ્યક્તિના પ્રેમમાં પડી ગઈ હતી અને બાદમાં તેની સાથે લગ્ન કરી લીધા હતા. અમૃતા અરોરાએ શકીલ લદાક સાથે લગ્ન કર્યા. એ બંનેને બે બાળકો છે, જેમના નામ અજાન લદાક અને રાયન લદાક છે.

2009 માં શિલ્પા શેટ્ટીએ જાણીતા ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા. રાજના લગ્ન શિલ્પા પહેલા કોઈ બીજા સાથે થયાં હતાં, તેમની પહેલી પત્નીનું નામ કવિતા હતું. કવિતાને રાજ કુંદ્રાએ છૂટાછેડા આપી દીધા હતા જેથી તે શિલ્પા સાથે લગ્ન કરી શકે. શિલ્પા અને રાજને એક પુત્ર પણ છે, તેનું નામ વિયાન છે.

રાની મુખર્જીએ એક પરિણીત પુરુષ સાથે પણ લગ્ન કર્યા. રાની મુખર્જી આદિત્ય ચોપરાની બીજી પત્ની છે. આ પહેલા આદિત્ય ચોપડાએ પાયલ ખન્ના નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. રાની અને આદિત્ય ચોપડાની એક છોકરી છે, જેનું નામ બંનેએ મળીને આદિરા નામ રાખ્યું છે.

જાવેદ અખ્તરે શબાના આઝમી સાથે લગ્ન કરતા પહેલા કોઈ બીજા સાથે લગ્ન કર્યા હતા. જાવેદ અખ્તરની પહેલી પત્નીનું નામ હની ઇરાની હતું. પરંતુ બાદમાં જાવેદે બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી સાથે લગ્ન કર્યા અને હવે બંને ખૂબ ખુશ જીવન જીવી રહ્યા છે.

બોલિવૂડની જાણીતી અભિનેત્રી બિપાશા બાસુએ નાના પડદાના સ્ટાર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા. જો કે, કરણના અગાઉ બે લગ્ન થયા હતા અને બંને લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા ન હતા. બિપાશા બાસુ સાથે લગ્ન કરતા પહેલા કરણ સિંહ ગ્રોવર સ્ટાર જેનિફર વિંગેટ સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો, જે બાદમાં કરણ અને જેનિફરે છૂટાછેડા લીધા હતા.

બીજી એક પ્રખ્યાત અભિનેત્રી વિદ્યા બાલને પરિણીત વ્યક્તિ સાથે પ્રેમ કર્યો અને તેની સાથે લગ્ન પણ કર્યાં હતાં. વિદ્યા બલાને નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા. બંનેએ વર્ષ 2012માં લગ્ન કર્યાં હતાં અને તેમના લગ્નને આઠ વર્ષ થયાં હતાં. સિધ્ધાર્થે વિદ્યા સાથે લગ્ન કરતા પહેલા બે વાર લગ્ન કર્યા હતા અને છૂટાછેડા લીધા પછી સિદ્ધાર્થે વિદ્યા સાથે લગ્ન કર્યા હતા.

2012માં બોલિવૂડની જાણીતી અભિનેત્રી કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે, કરીના પહેલા સૈફ અલી ખાને અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. તેનાથી તેને બે બાળકો પણ છે, એક છે બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અને બીજો ઇબ્રાહિમ. સૈફ અને કરિનાના લગ્નને આઠ વર્ષ થયા છે અને તેમનો એક પુત્ર છે જેનું નામ તૈમૂર છે.

You cannot copy content of this page