Only Gujarat

Bollywood FEATURED

આ એક્ટ્રેસ પહેલાં લગ્ન વગર પ્રેગ્નન્ટ થઈ ને પછી પતિ સાથે કરવા લાગી ઝઘડા

મુંબઈઃ કોંકણા સેન શર્માએ પોતાનો 41મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમનો જન્મ 3 ડિસેમ્બર, 1979માં કોલકાતામાં થયો હતો. પોતાની જબરદસ્ત એક્ટિંગથી દર્શકોનું દિલ જીતનારી એક્ટ્રસ કોંકણા સેન માત્ર પ્રોફેશનલ નહીં પણ તેમની પર્સનલ લાઇફ અલગ રહી છે. જ્યારે પમ તેમનું નામ આવે છે, તો ઇન્ડિયન સિનેમાની એક એવી એક્ટ્રસનો ચહેરો સામે આવે છે, જેને લીકથી દૂર રહીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. આ વાત માત્ર તેમની સિનેમા અંગે નથી, તેમના જીવન પર પણ લાગૂ થાય છે. તેમના જન્મદિવસના અવસરે તમને એમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાત જણાવી રહ્યાં છીએ. ઉલ્લેખનીય છે કે, નેશનલ એવોર્ડ જીતનારી કોંકણ સેને બાળપણમાં જ એક્ટિંગ શરૂ કરી દીધી હતી.

કોંકણ સેનના પિતા ફૅમસ પત્રકાર મુકુલ શર્મા અને તેમની મા ડિરેક્ટર અને એક્ટ્રસ અર્પણા સેન છે. તેમણે ચાઇલ્ડ આર્ટિસ્ટ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે વર્ષ 1983માં બંગાળી ફિલ્મ ‘ઇન્દિરા’થી કરિયર શરૂ કર્યું હતું.

મોટા થયાં પછી કોંકણાએ બંગાળી ફિલ્મ ‘એક જે આછે કન્યા’થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી, જેમાં તેમના કામના ખૂબ જ વખાણ થયાં હતાં. વર્ષ 2002માં ઋતુપર્ણો ઘોષની ફિલ્મ ‘તિતલી’માં કોંકણા જોવા મળી અને તેમને પોતાની એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી લીધું.

વર્ષ 2005માં આવેલી ફિલ્મ ’પેજ 3’ બોલિવૂડમાં એન્ટ્રી કરનારી કોંકણા સેનની મુલાકાત રણવીર શૈરી સાથે ‘આજા નચલે’ના સેટ પર થઈ હતી. જ્યાં બંનેને પ્રેમ થઈ ગયો અને તેમના અફેરની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ.

રણવીર સાથે અફેર વચ્ચે જ કોંકણા પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. આ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને બંનેએ વર્ષ 2010માં ઉતાવળમાં લગ્ન કરી લીધા હતાં. લગ્નના થોડાં મહિના પછી દીકરા હારુનને જન્મ આપ્યો.

કોંકણા અને રણવીરના લગ્ન લાંબા સમય સુધી ચાલ્યાં નહીં. બંને વચ્ચે ઘણાં ઝઘડાં થતાં હતાં. લગ્નના 5 વર્ષ પછી એટલે કે વર્ષ 2015માં બંને અલગ થઈ ગયાં હતાં. કોંકણા સેન તેમના દીકરા સાથે અલગ રહે છે. બંનેએ સોશિયલ મીડિયા પર પોતાના સેપરેશનના સમાચારની જાહેરાત કરી હતી.

કપલે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં છૂટાછેડા લીધા હતાં. બંનેએ પોતાની સહમતિથી આ વર્ષની શરૂઆતમાં જ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ પછી તેની સુનાવણી થઈ. સુનાવણી સરખી રીતે થઈ અને કપલે આ કપલે કોઈ હોબાળો કર્યો નહીં. અલગ થયાં પછી બંને ફ્રેન્ડ બનીને રહેશે. એટલા માટે દીકરાને સેપરેટ રાખવામાં આવ્યો નથી.

કોંકણા સેને ’યૂં હોતા તો ક્યા હોતા’, ‘ઓમકારા’, ‘ટ્રાફિક સિગ્નલ’, ‘લાઇફ ઇન મેટ્રો’, ‘લાગા ચુનરી મેં દાગ’, ‘ફૅશન’, ‘વેક અપ સિડ’, ‘7 ખૂન માફ’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.

You cannot copy content of this page