Only Gujarat

Bollywood FEATURED

સ્વિમસૂટમાં જોવા મળી અર્જૂન કપૂરની પ્રેમિકા મલાઈકા અરોરા, જુઓ તસવીરો

અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા ગોવામાં મજા માણી રહ્યા છે અને ત્યાંના વાતાવરણની મજા ઉઠાવી રહ્યાં છે. તેમની આ તસવીરોએ તો પોતાની હેપ્પી મોમેન્ટ્સથી ચાહકોને પાગલ કરી દીધા હતાં. જેમાં બન્નેની સોલો અને એકસાથે હોય તેવી તસવીર પણ છે. મલાઈકાએ પોતાના એક તસવીર શેર કરી હતી જેમાં તે સ્વિટસૂટમાં પુલની અંદર જઈ રહી હતી.

આ બુમરૈંગ વીડિયોમાં મલાઈકા સ્વિમિંગ પૂલની અંદર જતી જોવા મળી રહી છે જ્યારે અર્જૂન કપૂર પૂલની અંદરથી ફોટો ક્લિક કરતો જોવા મળી રહ્યો છે. અર્જૂન કપૂર લેડીલવ માટે ફોટોગ્રાફી કરવા લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા ગોવામાં છે. તે પોતાની ગોવાનું વેકેશન અમૃતા અરોરા અને તેના પતિ શકીલ લદકના આલીશાન વિલામાં મનાવી રહ્યાં છે. Candolim Beach પર આવેલા અમૃતા અરોરાના આ વિલાના વખાણ પણ અર્જૂન કપૂરે કર્યાં હતાં.

અર્જૂન અને મલાઈકા, અૃતા અરોરા અને તેના પતિ શકીલ લદકના આલિશાન વિલામાં રોકાયા છે. આ વિલાનો દરેક ખુણો એટલો શાનદાર છે કે પોતે અર્જૂન કપૂર પણ તેના વખાણ કરતો જોવા મળ્યો હતો.

અર્જૂને વિલાની અંદરથી પોતાની તસવીર શેર કરતાં લખ્યું હતું કે, જ્યારે તમને જવાનું મન નથી કરતું…..શું ઘર બનાવ્યું છે તમે @shaklad @amuaroraofficial!!! ગોવામા આ પહેલા કોઈ સારું હોલીડે હોમ રહ્યું નથી.

અભિનેતાએ વિલાની ખૂબસુરત સ્વિમિંગ પૂલની તસવીરો પણ શેર કરી હતી. મલાઈકા પણ બહેનના વિલામાં અર્જૂનની સાથે સારી રીતે એન્જોય કરી રહી છે. તેણે પણ અમૃતાના ઘરની તસવીરો સોશયલ મીડિયા પર શેર કરી હતી.

મલાઈકાએ પૂલમાં સમય વિતાવતો એક વીડિયો શેર કર્યો હતો. મલાઈકાએ લખ્યું હતું કે, અજારા બીચ હાઉસ સાથે મને પ્રેમ થઈ ગયો છે. અર્જૂન અને મલાઈકા, અમૃતા અરોરા અને તેનો પરિવાર હાલ વેકેશન મનાવી રહ્યો છે. તેમની સાથે યોગ ઈંસ્ટ્રક્ટર અને અન્ય મિત્રો પણ છે.

હાલમાં જ મલાઈકાએ બહેન અમૃતા સાથે પણ એક એલિગેંટ તસવીર શેર કરી હતી. આમાં બન્ને બહેનો સ્લાઈલિશ અંદાજમાં ડ્રિંક્સ એન્જોય કરતી જોવા મળી હતી. આ ઉપરાંત મલાઈકાએ બીચ પર બહેન અમૃતા અને બોયફ્રેન્ડ અર્જૂની સાથે ચિલ કરતા હોય તેવો પણ ફોટો શેર કર્યોહતો.

થોડા દિવસ પહેલાં જ મલાઈકા અને અર્જૂન હિમાચલ પ્રદેશના ધર્મશાળા પહોંચ્યા હતાં. જ્યાં અર્જૂન કપૂર પોતાની આગામી ફિલ્મ ભૂત પોલીસનું શૂટિંગ કરી રહ્યો હતો. સૈફ અલી ખાન પણ કરીના અને તૈમુરની સાથે ધર્મશાળા પહોંચ્યો હતો.

You cannot copy content of this page