Only Gujarat

Gujarat

બે ભાઈ-બહેન એક જ ઓરડીમાં કેમ 10 વર્ષ સુધી બંધ હતા? શું હતું કારણ?

રાજકોટની એક ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી દીધું છે. એક મકાનની બંધ ઓરડીમાં 10 વર્ષથી બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થતાં અઘોરી જેવું જીવન જીવી રહ્યાં હતાં. જેની તસવીરો બહાર બધા હચમચી ઉઠ્યા હતા. રવિવારે તેમને રૂમનો દરવાજો તોડી ત્રણેય ભાઈ-બહેનને બહાર કાઢવામાં આવ્યા હતાં અને બંને ભાઈની વધી ગયેલી દાઢી અને વાળ કપાવ્યા હતા તેમજ નવડાવી નવાં કપડાં પહેરાવ્યાં હતાં. બાદમાં ત્રણેયને તેમના પિતા બીજા ઘરે લઈ ગયા છે.

નોંધનીય છે કે રાજકોટમાં રવિવારે સાથી સેવા ગ્રુપ દ્વારા આશરે 10 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કઢવામાં આવ્યા હતા. LLB બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ હતી. આથી પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હતા. માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે ત્રણેય ભાઈ-બહેને આ કૃત્ય કર્યુ હતું. આજે સાથી સેવા ગ્રુપ દ્વારા ઓરડીનો દરવાજો તોડી ત્રણેયને બહાર કાઢ્યા હતા.

ત્રણેય ભાઈ-બહેનને છોડાવવા માટે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમ દોડી ગઈ હતી. પિતાએ ત્રણેયને દરવાજો ખોલવા માટે આજીજી કરી પણ ખોલ્યો નહી. મકાનની ડેલી સાથી સેવા ગ્રુપના એક સભ્યએ દીવાલ ટપી ખોલી હતી. જ્યારે અંદર રૂમનો દરવાજો બંધ હોવાથી પિતાએ દરવાજો ખોલવા ઘણી આજીજી કરી હતી. પરંતુ દરવાજો ન ખોલતા આખરે સાથી સેવા ગ્રુપની ટીમે દરવાજો તોડવો પડ્યો હતો. અંદર ત્રણેય ભાઈ-બહેન અઘોરી જેવુ જીવન જીવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. બંને ભાઈની દાઢી અને વાળ વધી ગયેલા જોવા મળ્યા હતા.

સાથી સેવા ગ્રુપનાં જલ્પાબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે ત્રણેય ભાઈ-બહેનને સાજા કરવા માટે અમે સામ-દંડ-ભેદની નીતિ અપનાવીશું. આજે અમે ફરી તેના ઘરે જઈશું અને સાફસફાઈ કરીશું. પરિવારને અમે સમજાવીશું કે સાજા કરવા માટે અમને સોંપી દો.

પરિવાર નહીં માને તો અમે ગુનો દાખલ કરી ત્રણેય ભાઈ-બહેનનો કબજો મેળવી લઈશું. અમે તેના ઘરે જઈને 10 વર્ષ તેના પિતાએ શું કર્યું એની પૂછપરછ કરીશું અને આખી હિસ્ટ્રી જાણીશું.

ત્રણેય ભાઇ-બહેનને ફઇના ઘરે લઇ જવાયાં હતાં. અંબરીશભાઇના પગ સતત વાંકા રહેવાને લીધે એક્સ-રે પણ થઇ શક્યા નથી. કિસાનપરાની ઘટનામાં સમાજ સુરક્ષાની ટીમે સમજાવતાં પિતા નવીનભાઇ પુત્રની સારવાર માટે તૈયાર થયા હતા, પરંતુ અંબરીશભાઈએ સતત લાંબો સમય સુધી પગ વાળેલા જ રાખ્યા હોય, આ પગ સીધા પણ થઇ શકતા નથી, આથી એકસ-રે પણ બરાબર આવ્યા નથી. હવે એનેસ્થેસિયા આપીને સિટી સ્કેન કરાવી પછી રિપોર્ટ થઇ શકે તેમ છે. પગ સીધા કરવામાં ખૂબ લાંબો સમય લાગી જાય એમ તબીબોએ કહ્યું હતું.

બીજી તરફ પિતા નવીનભાઈએ એમ પણ જણાવ્યું હતું કે 1986થી તેની મમ્મી બીમાર પડી ત્યારથી અસર થઈ છે. પાંચ વર્ષ પહેલાં તેની મમ્મી ગુજરી ગઈ ત્યારથી આવી હાલતમાં રહે છે.

છ વર્ષથી આ જ પરિસ્થિતિમાં છે. દવાની કોઈ અસર થતી નથી. મારા નાના દીકરા ભાવેશમાં અઘોરીની અસર છે, આથી નિકાવા પાસે એક જગ્યામાં જોવડાવાનું કાર્ય ચાલુ છે. વર્ષો સુધી દવા અને દુવા બંને કરીએ છે.

You cannot copy content of this page