Only Gujarat

Gujarat

ભાવનગરમાં નિવૃત્ત DySPના પુત્રે પત્ની અને બે દીકરીઓ સાથે રિવોલ્વરથી ગોળી મારી કરી આત્મહત્યા

ભાવનગર શહેરની વિજયરાજનગર સોસાયટીમાં એ સમયે સનસની મચી ગઈ જ્યારે નિવૃત ડીવાયએસપીના પુત્રએ પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરી લીધી. નિવૃત ડીવાયએસપી નરેંદ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પત્ની બીનાબા અને બે દીકરીઓ યશસ્વીબા અને નંદિનીબા સાથે આત્મહત્યા કરી લીધી. રિવોલ્વરથી ફાયરિંગ કરી પરિવારના 4 સભ્યોએ આત્મહત્યા કરી લેતા સમગ્ર શહેર અને પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી અને આ મામલે તપાસ શરૂ કરી છે. જો કે, એક જ રિવોલ્વરમાંથી પરિવારના ચાર સભ્યો કેવી રીતે એકસાથે ફાયરિંગ કરી આત્મહત્યા કરી શકે તે સવાલ પોલીસમાં ઉઠ્યો છે. આત્મહત્યા કયા કારણોસર કરી તે હજુ બહાર આવી શક્યું નથી.

આ ચકચારી બનાવની વિગત એવી છે કે, રિટાયર્ડ Dysp નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પત્ની બીનાબા અને બે દીકરીઓ નદીનીબા (ઉં.વ.18) અને યશસ્વીબા (ઉં.વ.11) સાથે સામૂહિક આપઘાત કર્યો છે. રિવોલ્વરમાંથી તમામે ફાયરિંગ કરી પોતાની જિંદગી ટૂંકાવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી ગયો અને તપાસ હાથ ધરી. પણ આ ઘટનામાં કેટલીક બાબતો શંકાસ્પદ પણ છે.

એક જ રિવોલ્વરમાંથી એક જ પરિવારના ચાર સભ્યો ફાયરિંગ કરી આપઘાત કેવી રીતે કરી શકે તે સવાલ પોલીસ માટે કોયડો બન્યો છે. કોઈ એક વ્યક્તિએ પહેલા ત્રણ વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હોય અને પછી પોતે ફાયરિંગ કરી આપઘાત કર્યાની પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. તેથી પોલીસે હાલ આ દિશામાં તપાસ હાથ ધરી છે. આ મામલે ASP સફિન હસને જણાવ્યું હતું કે પૃથ્વીરાજસિંહે પહેલા પોતાના પાલતું શ્વાનને ગોળી મારી હતી. બાદમાં પોતાની પત્ની અને બે દીકરી સાથે મળી ગોળી માર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પૃથ્વીરાજસિંહ જમીન દલાલીન કામકાજ સાથે સંકળાયેલા હતા. બુધવારે સાંજે પાંચ વાગ્યા આસપાસ પૃથ્વીરાજસિંહ પોતાના મિત્રોને મેસેજ કરીને જાણ કરી હતી કે પોતે આત્મહત્યા કરી રહ્યા છે. આ અંગેની માહિતી મળતા જ તેના મિત્રો પૃથ્વીરાજને બચાવવા માટે તેના ઘરે દોડી ગયા હતા. પરંતુ તે પહેલાં પૃથ્વીરાજસિંહના ઘરમાંથી ગોળીબારનો અવાજ સાંભળાયો હતો.

તપાસ માટે પહોંચેલી પોલીસે ઘરમાં પ્રવેશીને જોયું તો પૃથ્વીરાજ સહિત તેમની પત્ની બિનાબા અને તેમની બંને દીકરી નદીનીબા અને યેશસ્વીબાના મૃતદેહ લોહીથી લથબથ પડ્યા હતા.

જો કે આ સામૂહિક આપઘાતનું સાચું કારણ હજુ બહાર આવ્યું નથી. પિતા નરેન્દ્રસિંહ જાડેજા ગામડે ગયા હતા ત્યારે તેમના ઘરે આ દુઃખદ ઘટના બની હતી.

You cannot copy content of this page