Only Gujarat

FEATURED Gujarat

ગુજરાતના આ નાનકડા ટેળિયાએ KBCની હોટ પર કર્યો કમાલ તો અમિતાભ બચ્ચન થયા ફિદા, જાણો કેવી રીતે

હાલ કૌન બનેંગા કરોડપતિ શો ચાલી રહ્યો છે જેમાં અનેક લોકો લાખો રૂપિયા કમાતા હોય છે પરંતુ આ વખતે એક એવો નાનકડો ટેળિયો લાખો રૂપિયા કમાઈને ઘરે આવ્યો છે ત્યારે 14 વર્ષના નાનકડાં ટેળિયાના જ્ઞાન પર તો અમિતાભ બચ્ચન પણ ફિદા થઈ ગયા હત જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભરૂચનો 14 વર્ષીય અનમોલ શાસ્ત્રી ‘કૌન બનેગા કરોડપતિ’ના જુનિયરમાં ઝળક્યો હતો. તે 25 લાખ રૂપિયાની રકમ જીત્યો હતો. અનમોલનો એપિસોડ સોમવારના રોજ પ્રસારિત થયો હતો.

મૂળ મધ્ય પ્રદેશ અને હાલ ભરૂચની રિલાયન્સ કોલોનીમાં રહેતા બ્રિજેશ શાસ્ત્રીના 14 વર્ષીય દીકરો અનમોલ ‘કૌન બનેગા કરોડપતિ’ જુનિયર માટે સિલેક્ટ થયો હતો. સોમવારે અનમોલ અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર જોવા મળ્યો હતો. જે ગુજરાતીઓ માટે એક ગર્વની વાત છે.

અનમોલે એક બાદ એક સવાલોના સાચા જવાબ આપી રૂપિયા 25 લાખની જંગી રકમ જીતી હતી. અનમોલને નાનપણથી જ વાંચવાનો શોખીન છે અને તેની રૂચી ખગોળ વિજ્ઞાન તરફ ખુબ છે. તે 8 ધોરણમાં અભ્યાસ કરે છે અને નાનપણથી જ તેની વિજ્ઞાન પ્રત્યેની રૂચી તથા અવનવું જાણવાની ધગશ તેને ‘કૌન બનેગા કરોડપતિ’ના મંચ સુધી લઈ ગઈ હતી.

‘કૌન બનેગા કરોડપતિ’ જુનિયરની હોટ સીટ પર બેસનાર અનમોલ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, તેને અમિતાભ બચ્ચનને મળીને ખૂબ જ ગમ્યું. પહેલા તેને ક્વિઝ કોન્ટેસ્ટમાં એટલી રુચિ ન હતી પરંતુ તેની માતાના પ્રોત્સાહનના કારણે તે ક્વિઝ કોન્ટેસ્ટમાં ભાગ લેવા લાગ્યો હતો અને આખરે કેબીસીની હોટ સીટ સુધી પહોંચી ગયો હતો.

અનમોલના પિતા રિલાયન્સ કંપનીમાં સેફ્ટી વિભાગમાં ફરજ બજાવે છે. સામાન્ય પરિવારનો અનમોલ 25 લાખ રૂપિયા રકમ જીતતા તેના પરિવારજનો ખુશ ખુશાલ જોવા મળ્યા હતાં. હાલ તો અનમોલે જીતેલી રકમ તેના એકાઉન્ટમાં FD કરવામાં આવી છે અને તે જ્યારે 18 વર્ષની વયનો થશે ત્યારે તે આ રકમનો ઉપયોગ કરી શકશે.

You cannot copy content of this page