Only Gujarat

Gujarat

સગીર સાળીને જીજાજી લગ્નની લાલચે ભગાડી ગયો, માતાએ જમાઈ સામે નોંધાવી અપહરણની ફરિયાદ

વડોદરા: મજાકમાં એક કહેવાય છે કે સાલી આધી ઘરવાલી. ઘણીવાર સાળી અને જીજાજીના પ્રેમ સંબંધો એવો ચક્રવાત સર્જે છે કે પરિવારો વિખરાઈ જતાં હોય છે. આવો જ એક કિસ્સો બન્યો છે વડોદરામાં. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને તેનો બનેવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે સગીરાની માતાએ પાણીગેટ પોલીસ મથકે જમાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાણીગેટ પોલીસે અપહરણની કલમો હેઠળ ગુનો નોંધીને સગીરાને ભગાડી જનાર જમાઇની શોધખોળ શરૂ કરી છે.

સમાજ માટે કલંકરૂપ આ બનાવની વિગત એવી છે કે, ફરિયાદી સાસુને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે, જે પૈકી મોટી દીકરીના લગ્ન આકાશ કહાર (રહે, રામગઢ મહોલ્લો, બાવચાવાડ, પાણીગેટ, વડોદરા) સાથે થયા હતા. તેમનું લગ્નજીવન આમ તો બરાબર ચાલતું હતું. પરંતુ પતિ પત્ની વચ્ચે અચાનક સાળીની એન્ટ્રી થઈ. વાત એટલી આગળ વધી કે તેને જીજાજી ભગાડીને લઈ ગયો. ફરિયાદીનું માનીએ તો તેમની 17 વર્ષીય દીકરી નાસ્તો લેવા માટે ઘરેથી નીકળી હતી. પરંતુ ત્યારબાદ પરત આવી ન હતી. ઘરના સભ્યોએ તેની શોધખોળ કરી. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

તપાસ કરતા એવી વાત જાણવા મળી કે, મોટી દીકરીનો પતિ આકાશ પણ ફરાર થઇ ગયો છે. આકાશ માતાની ગેરહાજરીમાં વારંવાર કિશોરીને મળવા માટે પણ આવતો-જતો હતો. આકાશ સગીરાને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાનું સામે આવ્યું છે. આમ આકાશે બંને બહેનોની જિંદગી સાથે રમતા આ પરિવાર પર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.

You cannot copy content of this page