Only Gujarat

FEATURED National

પ્રેમિકા આપતી હતી બળાત્કારની ધમકી, અંતે પ્રેમીએ ભર્યું એવું પગલું કે ધ્રુજી ઊઠ્યો પરિવાર

ચંદીગઢઃ પંજાબના ભટિંડામાં એક પ્રેમીએ ત્રણ લોકોની હત્યા કરી હતી. પ્રેમીએ પોતાની પ્રેમિકાના ઘરે પહોંચી તેને અને તેના માતા-પિતાને ગોળી મારી તેમની હત્યા કરી હતી. જે પછી આરોપીએ વીડિયો બનાવી સંપૂર્ણ હત્યાકાંડનું કારણ જણાવ્યું હતું. જે પછી તેણે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી.

આ ટ્રિપલ મર્ડર ભટિંડાના કમલા નેહરુ કોલોનીમાં અંજામ આપવામાં આવ્યો હતો. ઘટના બાદ આરોપી યુવકરન સિંહે પોતાની કારમાં બેસીને વીડિયો બનાવ્યો હતો, જે પોલીસને તપાસમાં મળ્યો હતો. પોલીસ તરફથી મીડિયા સમક્ષ જાહેર કરવામા આવેલા વીડિયોમાં આરોપી યુવકરન સિંહે કહ્યું કે, તેની પ્રેમિકા તેને બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવવાની ધમકી આપી, તેને બ્લેકમેલ કરી રહી હતી. આ જ કારણે તેણે પ્રેમિકા સિમરન કૌર અને તેના માતા-પિતાની હત્યા કરી હતી.

વીડિયોમાં યુવકરને કહ્યું કે,‘હું તો પ્રેમિકા અને તેના માતા-પિતાની હત્યા કરવા જ આવ્યો હતો. ઘરમાં કોઈને મળવા જવાની વાત કહી આવ્યો હતો. આ ઘટનામાં મારા પરિવારની કોઈ ભૂમિકા નથી. તેમને તો ખબર જ નથી કે હું હત્યા કરવા જઈ રહ્યો છું.’

એસએસપી વિર્કે જણાવ્યું કે, હત્યાકાંડનું રહસ્ય મૃતક સિમરનની કોલ ડિટેલ્સ બાદ આ રહસ્ય પરથી પડદો ઊઠ્યો હતો. સિમરનની કોલ ડિટેલ્સમાંથી યુવકરન સિંહનો મોબાઈલ નંબર મળ્યો હતો, જેનું લોકેશન રવિવાર (22 નવેમ્બર) રાતે કમલા નેહરુ કોલોની નજીક મળ્યું હતું. જે પછી પોલીસ તેના ઘરે પહોંચી તો તેમને ખબર પડી કે યુવકરન સિંહે આત્મહત્યા કરી છે. પોલીસે તેનો મોબાઈલ કબજે કરતા તેમાંથી તેનો વીડિયો મળ્યો હતો.

માનસા એસએસપી સુરિંદર લાંબાએ કહ્યું કે, યુવકરન સિંહનો કેસ ભટિંડા ટ્રિપલ મર્ડર સાથે કનેક્ટેડ હોવાની જાણ થઈ. જેની પર ભટિંડા પોલીસ કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, ભટિંડા પોલીસની કાર્યવાહી બાદ માનસા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.

જ્યારે મૃતકનો પરિવાર આઘાતમાં છે. જેમને આ ઘટના અંગે સહેજ પણ જાણ નહોતી. યુવકને સહકારી સભાના સેક્રેટરી ચરનજીત સિંહ (55) અને તેની પત્ની જસવિંદર કૌર (45) અને તેમની દીકરી સિમરન કૌર(20)ની હત્યા કરી હતી. જે પછી તે કારમાં માનસા પહોંચ્યો અને પોતે પણ આત્મહત્યા કરી હતી.

You cannot copy content of this page