સુપરસ્ટાર યશને પહેલાં બિલકુલ પસંદ નહોતી કરતી પત્ની, આ રીતે થયો પ્રેમ

સાઉથના સુપરસ્ટાર યશ આજે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. આ ખાસ અવસર પર યશની પત્ની રાધિકા પંડિતે તેમને જન્મદિવસની શુભેચ્છા આપી છે. યશના જન્મદિવસે તેમના ફેન્સનો ઉત્સાહ પણ વધારે છે. આજનો દિવસ યશ પોતાની પત્ની અને બાળકો સાથે સેલિબ્રેટ કરી રહ્યો છે. યશની પત્ની રાધિકા તેમના પર પ્રેમ વરસાવી રહી છે. એવામાં અમે તમને યશ અને રાધિકા પંડિતની લવ સ્ટોરી વિશે જણાવીએ.

યશ અને રાધિકા પંડિતની મુલાકાત આ રીતે થઈ હતી
એક ઇન્ટરવ્યૂમાં રાધિકા પંડિતે જણાવ્યું હતું કે, ‘હું એક સિરિયલમાં કામ કરી રહી હતી. થોડાં સમય પછી મારી સિરિયલમાં એક કેરેક્ટરને રિપ્લેસ કરવામાં આવ્યો. હું જાણતી હતી કે, નવો સ્ટાર કોણ છે. યશે હાથમાં બેગ સાથે સેટ પર એન્ટ્રી કરી હતી.’

પહેલીવાર એકબીજાને આવું રિએક્શન આપ્યું હતું
રાધિકા પંડિતે કહ્યું કે, ‘સેટ પર આવ્યા પછી મેં યશને હેલો કહ્યું. તેણે ખૂબ જ ઘમંડ સાથે હેલો કીધું. તેનો જવાબ મને પસંદ આવ્યો નહીં. મને લાગ્યું કે, યશ ખૂબ જ ઘમંડી છે. તે મારા જેવો બિલકુલ નહોતો. હું તેની સાથે ફ્રેન્ડશિપ કરવા માગતી નહોતી.’

યશ અને રાધિકાને ફ્રેન્ડશિપ પછી પ્રેમ થયો
રાધિકા પંડિતે વધુમાં જણાવ્યું કે, ‘રસપ્રદ વાત છે કે, અમે બંને એખ જ સિરિયલમાં અલગ-અલગ સ્ટાર સાથે કામ કરતાં હતાં. સેટ પર અમારી ફ્રેન્ડશિપ થઈ ગઈ હતી.’
રાધિકાની આ વાત સાંભળી યશે જણાવ્યું કે, ‘રાધિકા અને હું ક્યારેક એકબીજાને ડેટ કરતાં નહોતાં. સેટ પર ફ્રેન્ડશિપ નિભાવી અમે ક્યારે એકબીજાની નજીક આવી ગયાં ખબર પડી નહીં. હું રાધિકા પંડિતને પોતાની દરેક નાની-મોટી વાત શેર કરતો હતો. ક્યારેય પણ હું તેમનાથી કોઈ વાત છુપાવતો નહોતો.’

યશે વેલેન્ટાઇન ડે પર રાધિકા પંડિતને પ્રપોઝ કર્યું હતું
લગ્નના પ્રપોઝલ વિશે વાત કરતાં યશે કહ્યું કે, ‘તે વેલેન્ટાઇન ડેનો દિવસ હતો. મને એવું લાગતું હતું કે, રાધિકા પંડિત મારા માટે બની છે. મેં રાધિકાને પહેલાંથી જ હિન્ટ આપવાનું શરૂ કરી દીધું હતું, પણ તે મારી વાત સમજી શકી નહોતી. હું તેને પ્રેમ કરતો હતો, પણ તેના દિલમાં શું છુપાયેલું છે તેની મને ખબર નહોતી. અંતે વેલેન્ટાઇન ડેના દિવસે મેં તેને પોતાના દિલની વાત કહી દીધી.’

યશના પ્રપોઝલનો રાધિકા પંડિતે આ જવાબ આપ્યો હતો
આ વિશે વાત કરતાં રાધિકા પંડિતે જણાવ્યું કે, ‘યશે મને કહ્યું કે, તેને પ્રેમ થઈ ગયો છે. જે પછી પ્રપોઝ કરવા માટે હું તેમને અલગ-અલગ રીત બતાવવા લાગી હતી. પછી ખબર પડી કે, તે છોકરી હું જ નહીં. જ્યારે યશે મને પ્રપોઝ કર્યું તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને મેં હા પાડી દીધી હતી.’

યશ રાધિકા પંડિતનો હાથ માગવા પહોંચ્યા હતાં.
રાધિકા પંડિતના માતા-પિતા પણ આ વાત જાણતાં હતાં કે, તેમની દીકરી અને યશ સારા ફ્રેન્ડ છે. આ વિશે વાત કરતાં રાધિકા પંડિતે જણાવ્યું કે, ‘મારા માતા-પિતા જાણતાં હતાં કે, હું યશ સાથે દરેક વાત શેર કરું છું. યશ તેમને પણ પસંદ હતો. એવામાં મારા માતા-પિતાને મનાવવા મુશ્કેલ નહોતાં.’

રાધિકા પંડિત લગ્ન પહેલાં જ તેમના ઘરમાં ભળી ગઈ હતી.
યશે જણાવ્યું કે, ‘હું વરમહાલક્ષ્મીના અવસરે રાધિકા પંડિતને પોતાના પરિવાર સાથે મળાવવા માટે લઈ ગયો હતો. પહેલીવાર હું કોઈ છોકરીને પોતાના ઘરે લઈને પહોંચ્યો હતો. મારી મા રાધિકા પંડિતને ધ્યાનથી જોતી હતી. તે જાણતી હતી કે, રાધિકા પંડિત મારા માટે મહત્ત્વ રાખે છે.’

યશ અને રાધિકા પંડિત બે બાળકોના માતા-પિતા બની ગયા છે.
યશ અને રાધિકા પંડિત બે બાળકોના માતા-પિતા બની ગયા છે. રાધિકા પંડિત અને યશના બાળકોનું નામ આર્યા અને આયૂષ છે. યશે પોતાન બંને બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે. ઘણીવાર યશ પોતાના બાળકો સાથે જોવા મળે છે. યશ તેમના ઇન્સ્ટાગ્રામ પર બાળકોના ફોટો અને વીડિયો શેર કરે છે.

રાધિકા પંડિત યશને પોતાનો બેસ્ટફ્રેન્ડ ગણાવે છે.
યશ અને રાધિકાએ વર્ષ 2016માં સાત ફેરા લીધા હતાં. લગ્ન પછી પણ રાધિકા પંડિત અને યશના સંબંધમાં કોઈ બદલાવ આવ્યો નથી. આજે પણ રાધિકા પંડિત પોતાના પતિ યશને બેસ્ટફ્રેન્ડ ગણાવે છે. જન્મદિવસના અવસરે પણ રાધિકા પંડિતે એક બેસ્ટફ્રેન્ડની જેમ યશનો બર્થડે વિશ કર્યું હતું.

You cannot copy content of this page