Only Gujarat

FEATURED Religion

આ 5 રાશિના જીવનમાં ક્યારેય પૈસાની નથી હોતી ઊણપ, આળોટે છે ધન ને વૈભવમાં

અમદાવાદઃ જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ગણતરીના આધારે અનેક પ્રકારની ભવિષ્યવાણી કરવામાં આવી છે. ગ્રહો ઉપરાંત જ્યોતિષમાં 12 રાશિની પણ મહત્ત્વની ભૂમિકા હોય છે. આ તમામ 12 રાશિની કેટલીક વિશેષતા હોય છે, જેમાં કેટલીક રાશિઓ ઘણી જ ભાગ્યશાળી હોય છે. તેમને જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધા પ્રાપ્ત થાય છે. આ જાતકોએ ઘણી જ ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 12 રાશિમાંથી કઈ પાંચ રાશિ ભાગ્યશાળી છે, તે અંગે આપણે આજે વાત કરીશું.

વૃષભઃ જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ રાશિ હોય છે. વૃષભ રાશિના જાતકો ઘણાં જ ભાગ્યશાળી તથા સુખી જીવન જીવે છે. આ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. જ્યોતિષમાં શુક્ર ગ્રહને ધન, વૈભવ, સૌંદર્ય તથા સંપન્નતાનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે. જે જાતકોની કુંડળીમાં શુક્ર ઉચ્ચભાવમાં હોય છે, તેમને જીવનની દરેક ખુશીઓ મળે છે.

મિથુનઃ રાશિ ચક્રમાં ત્રીજી રાશિ મિથુન છે. આ રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. બુધ જ્ઞાન તથા વૈભવનો પ્રતિક છે. જે જાતકોની કુંડળીમાં બુધ શુભ ઘરમાં હોય છે, તેમના જીવનમાં સુખ તથા સંપન્નતા હોય છે. આ જાતકોના ઘરમાં ક્યારેય પૈસાની ઊણપ હોતી નથી.

સિંહઃ ભાગ્યશાળી તથા વૈભવ સિંહ રાશિના પણ નસીબમાં છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય દેવતા છે. સૂર્ય યશ પ્રદાન કરનાર ગ્રહ છે. આ જાતકોની કુંડળીમાં જો સૂર્ય ઉચ્ચ ભાવમાં હોય તો તેઓ ઘણાં જ પ્રભાવશાળી વ્યક્તિની શ્રેણીમાં સામેલ થાય છે. સિંહ રાશિના જાતકોના જીવનમાં ક્યારેય પૈસાની ઊણપ હોતી નથી.

ધનઃ તમામ ગ્રહોમાં સૌથી શુભ ફળ આપનાર ગ્રહ ગુરુ છે. ધન રાશિનો સ્વામી ગુરુ છે. જો ધન રાશિના જાતકોની કુંડળીમાં ગુરુ ઉચ્ચનો હોય છે તો તે જાતક ઘણો જ ભાગ્યશાળી તથા ધનવાન હોય છે.

કુંભઃ આ રાશિનો સ્વામી શનિ છે. શનિવેદ મહેનતી તથા ઈમાનદાર વ્યક્તિને રાજા પણ બનાવી દે છે. આ જાતકોની કુંડળીમાં શનિ શુભ ભાવમાં હોય તો તેમને ધનવાન બનતા કોઈ રોકી શકે નહીં. તેમને દરેક કાર્યમાં સફળતા મળે છે.

You cannot copy content of this page