Only Gujarat

FEATURED Gujarat

તમારો મોબાઈલ ખોવાઈ જાય તો તમે શું કરશો? ચિંતા કરવાની જરૂર નથી ફક્ત કરો આ એક કામ

અમદાવાદ: આજના જમાનામાં જ્યાં એક તરફ ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ ભારતમાં હજુ પણ ઈન્ટરનેટ વાપરવામાં વિશ્વની એવરેજ સંખ્યા કરતા ઘણી પાછળ છે. ત્યારે એક સર્વે પ્રમાણે, ગ્લોબલ ઈન્ટરનેટ યુઝર્સ 56 ટકા પુરુષો છે જ્યારે 44 ટકા મહિલાઓ છે. તેમજ ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સ 71 ટકા પુરુષ છે અને 29 ટકા મહિલાઓ છે.

મહિલા સોશિયલ મીડિયા યુઝર્સ ડેટા પણ ભારતમાં શરમજનક પરિસ્થિતિમાં છે. છોકરીઓ અને મહિલાઓ સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ કરે અને ઈન્ટરનેટના માધ્યમ થકી પ્રોફેશનલ ગ્રોથ કરે તે ઉદ્દેશથી શહેરની એક સંસ્થા દ્વારા ‘ડિજિટલ ગર્લ’ કેમ્પેઈન હેઠળ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિદ્ધિ જૈન અને રેશમા રોહીડાએ વાત કરી હતી.

તમારાં સોશિયલ મીડિયાની સિક્યોરિટી માટે તમારે શું કરવું પડશે? આના માટે તમારે પહેલા બે સ્પેમાં વેરિફિકેશન કરવું પડશે જેમાં કે ગુગલમાં લોગઈન કરવા માટે દરેક છોકરીઓ અને મહિલાઓએ 2 સ્ટેપ વેરિફિકેશન ઓન રાખવું જોઈએ.

જો તમારો ફોન ખોવાઈ જાય તો તમે શું કરશો ? હવે ચિંતા કરવાની જરૂર નથી. આ એક નવી ટેક્નોલોજીની મદદથી તમારો ખોવાઈ ગયેલો ફોન મળી શકે છે. જો ફોન ખોવાઈ જાય તો ગુગલ પરથી રિંગ વગાડીને શોધી શકાય છે અથવા ફોનનો ડેટા ફોન રીસેટ કરીને ડિલીટ કરી શકાય છે.

જો તમારો પાસવર્ડ હેક થાય એવું લાગે તો તમારે સૌથી પહેલા ડિલીટ એક્ટિવિટીની મદદથી બ્રાઉઝીંગ હિસ્ટ્રી ડિલીટ કરી દેવી જોઈએ.

સમયાંતરે કયા ડિવાઈસ પરથી લોગીન થયું છે તે જોવું અને જો અજાણ્યું ડિવાઈસ હોય તો તે ડિવાઈસમાંથી લોગ આઉટ કરી દેવું જોઈએ.

સોશિયલ મીડિયા પર 3 લોકોને નોમિનેટ કરવા જોઈએ. જો એકાઉન્ટ લોક થઈ જાય તો નોમિનેટેડ પ્રોફાઈલ પરથી લોગીન કરી શકાશે.

You cannot copy content of this page