Only Gujarat

FEATURED International

લાખો કમાનાર પાયલોટને કરવું પડી રહ્યું છે ડિલિવરી બોયનું કામ, જાણી વિચારમાં પડી જશો

ઘણા દેશોએ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન અપનાવ્યું છે. આને કારણે લોકોનું બહાર ખાવાનું, મુસાફરી કરવી, ખરીદી કરવી વગેરે બંધ થઇ ગયું અને ઘણા ધંધા અટકી પડ્યા. બેરોજગારોની સંખ્યા વધવા માંડી. ઉડ્ડયન ક્ષેત્ર પણ ધીમું પડી રહ્યું છે. ઘણા કમર્શિયલ પાયલટ્સ બેરોજગાર છે. પરંતુ કહેવાય છે ને, ભલે જે પણ થાય – શો મસ્ટ ગો ઓન! તેથી જ લોકો પરિવારના ભરણ-પોષણ માટે કંઈક ને કંઈક કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે થાઇલેન્ડનો આ પાયલટ જુઓ, જે એક સમયે આકાશમાં ઉડતો હતો, પરંતુ આજે તે ડિલીવરી બોય તરીકે ઘરે ઘરે સામાન પહોંચાડે છે.

4 વર્ષથી વિમાન ઉડાવતા હતા…
42 વર્ષીય સહ-પાયલટ નાકરિન ઇંટા છેલ્લા 4 વર્ષથી કમર્શિયલ પાયલટ તરીકે કાર્યરત હતા. પરંતુ કોરોનાની કટોકટીએ તેને પાયલટ માંથી ફૂડ ડિલીવરી બોય બનાવી દીધા છે. તેમણે સીએનએન ટ્રાવેલને કહ્યું, ‘એરલાઇન્સે તેમના મોટાભાગના કર્મચારીઓને પગાર વિના જ રજા પર મોકલી દીધા છે. જો કે, જે કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે છે તેમની સંખ્યા નજીવી છે. અને હા, ઘણા લોકોને બરતરફ પણ કરવામાં આવ્યા છે. ‘

મહિનામાં 4-6 લાખ રૂપિયાની કમાણી હતી
તેઓ વધુમાં જણાવે છે કે, “આ મુશ્કેલ સમયમાં મારા ઘણા સાથીઓ સાઈડ જોબ કરે છે. દરેક વ્યક્તિ કામ પર પરત ફરવાની રાહમાં છે. તેમાંના ઘણા એવા પણ છે જેમને બરતરફ કરવામાં આવ્યા નથી.

પરંતુ તેમને જરૂરી ફ્લાઈટ માટે જ પૈસા આપવામાં આવી રહ્યા છે.” તેમણે મીડિયાને કહ્યું કે પાયલટ તરીકે તે મહિનામાં 4 થી 6 લાખ રૂપિયા કમાતા હતા. પરંતુ 2 હજાર રૂપિયાની કમાણી પણ તેના માટે કોરોના સંકટ દરમિયાન મોટી બાબત છે.

પરંતુ તેમને જરૂરી ફ્લાઈટ માટે જ પૈસા આપવામાં આવી રહ્યા છે.” તેમણે મીડિયાને કહ્યું કે પાયલટ તરીકે તે મહિનામાં 4 થી 6 લાખ રૂપિયા કમાતા હતા. પરંતુ 2 હજાર રૂપિયાની કમાણી પણ તેના માટે કોરોના સંકટ દરમિયાન મોટી બાબત છે.

નાનપણથી પાયલોટ બનવું હતું
હવે ડિલિવરી બોય તરીકે કામ કરનાર નાકરિન કહે છે, “જ્યારે મને પ્રથમ ઓર્ડર મળ્યો અને તેને ગ્રાહક પાસે પોંહચાડયો, તે અનુભવ ઘણો જુદો હતો. તે સમયે મને લાગ્યું કે હા હું આ કામ કરી શકું છું.” જો કે, તે ફરી આકાશમાં ઉડવાની રાહ જોઈ રહ્યો છે. કારણ કે પાઇલટ બનવું એ તેનું બાળપણનું સ્વપ્ન હતું.

You cannot copy content of this page