Only Gujarat

FEATURED International

હોસ્પિટલમાં હતું ફ્રી વાઈફાઈ તો આ મહિલાએ કર્યું એવું ગંદું કામ કે તંત્રની આંખો પણ પહોળી થઈ ગઈ

લંડનઃ દુનિયામાં બાળકોના યૌન શૌષણના કેસ લોકડાઉનના સમયમાં મોટી સંખ્યામાં સામે આવ્યાં. દરેક દેશમાં બાળકોની સુરક્ષા માટે કાયદો બનાવાયો છે. તેમ છતાં પણ વિકૃત માનસ ધરાવતા આરોપી બાળકોની જિંદગી બરબાદ કરવામાં પળવારનો પણ વિચાર નથી કરતા. આવું માનસ ધરાવતા લોકો ગમે તેવી સ્થિતિમાં પણ ગુનો કરતા નથી અચકાતા. આવું જ એક વિકૃત માનસ ધરાવતી વ્યક્તિની કરતૂત સામે આવી છે. જે હોસ્પિટલમાં એડમિટ હોવાની સ્થિતિમાં પણ પોર્ન વીડિયો ડાઉનલોડ કરે છે. કોઇ એક વીડિયો નહીં પરંતુ તેમણે 80 હજાર પોર્ન ડાઉનલોડ કર્યો. આ 80 હજાર વીડિયોમાં માં બધી જ અશ્લિલ ફિલ્મ બાળકોની હતી. જ્યારે તેમના લેપટોપની તપાસ કરવામાં આવી તો તેમના લેપટોપમાં બાળકોની હજારો અશ્લિલ ફિલ્મ મળી. 54 વર્ષની ટ્રાન્સજેન્ડર મહિલાને આ ઘટના બાદ અરેસ્ટ કરાઇ છે. જો કે તેમની ધરપકડ કર્યાં બાદ પોલીસ એ નક્કી નથી કરી શકતી કે આ ટ્રાન્સજેન્ડર મહિલાને મહિલા જેલમાં રાખવી કે પુરૂષ જેલમાં?

આ ટ્રાન્સજેન્ડર મહિલાના લેપટોપમાંથી પોલીસને 80 હજાર અશ્લિલ તસવીરો મળી છે. આ તસવીરોને તેમણે 14 વર્ષમાં જમા કરી છે. જો કે આ તસવીર માટે તેમને એક વખત જેલની સજા થઇ ચૂકી છે.

54 વર્ષના આ આરોપીનીનું નામ જૂલી માર્શલ છે. તેમણે આ બધી તસવીરને હોસ્પિટલમાં સૂતા સૂતા પબ્લિક વાઇફાઇના માધ્યમથી ડાઉનલોડ કરી છે. 2017માં ઓગસ્ટમાં હાર્ટ અટેકના કારણે એડમિટ થઇ હતી. જે હોસ્પિટલમાં જૂલી એડમિટ હતી. ત્યાં ઇન્ટરનેટ પેક બહુ ઝડપથી પુરુ થઇ જતું હતું. પબ્લિક વાઇફાઇના હિસાબે આ ઘણું ઝડપથી પેકેજ પુરુ થઇ જતું હતું. આ કારણે હોસ્પિટલ સંચાલકે તપાસ કરાવી તો જૂલીના લેપટોપથી સત્ય બહાર આવ્યું.

તેમના મોબાઇલની તપાસ કરાઇ તો તેમાં પણ બાળકોના અશ્લિલ તસવીરો જોવા મળી. આ ઘટના બાદ હોસ્પિટલ પ્રશાસને પોલીસ ફરિયાદ કરી. પોલીસે જૂલીનો મોબાઇલ સીઝ કરીને તેમના ઘર પર પણ તપાસ શરૂ કરી છે. જૂલીના ઘરેથી પોલીસને બે લેપટોપ, એક ફોન અને મોટી સંખ્યામાં સીડી મળી આવી. તેમાંથી કુલ 80 હજાર જેટલી અશ્લિલ ફિલ્મ હતી. આ તમામ તસવીર જૂન 2004થી 2018 સુધીમાં એકઠી કરાઇ હતી.

કોર્ટમાં જ્યારે આ કેસની સુનાવણી થઇ તો આ તસવીરોને ત્રણ કેટેગરીમાં વહેંચવામા આવી. આ ઘટનાના પગલે પોલીસે જૂલીને 9 મહિનાની સજા સંભળાવી છે. તેમજ કોર્ટ તેમને બીજી વખત આવી હરકત ન કરવાની પણ સલાહ આપી છે. જો કે હવે કોર્ટ અને પોલીસ સામે એક મુશીબત સામે આવી ગઇ છે. જૂલીને મહિલા સેલમાં મોકલવામાં આવે કે પછી પુરૂષ સેલ સાથે રાખવામાં આવે. હાલ આ મુદ્દે કોર્ટ અને પોલીસ એક્સપર્ટની સલાહ લઇ રહ્યા છે.

યૂકેમાં 2016 સુધી ટ્રાન્સજેન્ડર આરોપીને મહિલા આરોપી સાથે જ જેલમાં રાખવામાં આવતો હતા પરંતુ ટ્રાન્સજેન્ડર દ્વારા મહિલા કેદી પર હુમલો કરવાની ઘટનાઓ સામે આવ્યાં બાદ હાલ આવા આરોપીને પુરૂષ સેલમાં જ રાખવામાં આવે છે. જો કે આવા કિસ્સામાં પુરૂષ કેદી તેમના પર એટેક કરે છે. આ તમામ કારણોના કારણે હાલ પોલીસ મૂંઝવણમાં મૂકાઇ છે કે, ટ્રાન્સજેન્ડર આરોપીને કોની સાથે જેલમાં રાખી શકાય.

You cannot copy content of this page