Only Gujarat

FEATURED National

ભારતીયની આ કલાકારી જોઈને દિલ થઈ જશે એવું ખુશ કે મંદીમાં પણ ચહેરા પર આવી જશે હાસ્ય

એવું કહેવામાં આવે છે કે કલાકારની ઓળખ તેની ક્રિએટિવીટીથી હોય છે. ભારતના એક ફોટોગ્રાફરે આવી કેટલીક ક્રિએટિવીટી દેખાડી છે. હરિયાણાના રેવાડીમાં રહેતા 21 વર્ષીય સુલભ લાંબાએ પોતાના કેમેરાથી પોતાનો જાદુ બતાવ્યો છે, જેનાંથી આખી દુનિયા તેમની પ્રશંસા કરી રહી છે. વાસ્તવમાં, સુલભની ડૂબતા સૂર્ય (સનસેટ) સાથે લેવામાં આવેલી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ યુવાન ફોટોગ્રાફરના ઇન્સ્ટાગ્રામ પેજ પર 20,000 ફોલોઅર્સ છે. તે પોતાને ‘વિઝ્યુઅલ આર્ટિસ્ટ’ તરીકે વર્ણવે છે. જણાવી દઈએ કે આજથી પહેલાં કોઈપણ કલાકારે આ રીતે કેમેરા સાથે કમાલ કરી નથી.

જો તમને કળાની સાથે પ્રેમ છે, તો પછી તમે પણ આ સુંદર ચિત્રો જોઈને મંત્રમુગ્ધ થઈ જશો. સૂર્યની સાથે પરાક્રમ કરતા આ ફોટા બીજા કોઈના નહીં પણ ભારતના પુત્રના છે.

હરિયાણાના નાના શહેર રેવાડીમાં રહેતા 21 વર્ષના સુલભે પોતાના કેમેરાથી પોતાનો જાદુ બતાવ્યો, જેનાથી ફક્ત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેમની પ્રશંસા થઈ રહી છે.

એક આશ્ચર્યજનક તસવીરમાં સુલભ સૂર્યને પોતાના ખભા ઉપર ઉઠાવતો જોવા મળી રહ્યો છે. જેમાં તેના ખભા પહોળા છે અને એવું લાગી રહ્યુ છેકે, તે બધો ભાર પોતાના ખભા ઉપર ઉઠાવી રહ્યો છે.

સૂર્યને ધક્કો મારતા આ ફોટાને જોઈને આશ્ચર્ય થઈ શકે છે. આ ફોટાને જોઈને એવું લાગી રહ્યુ છે, જેમ કોઈ સૂર્યને ધક્કો મારીને દૂર કરી રહ્યો છે.

આ અદ્ભુત તસવીર શેર કરતા સુલભે અહેમદ ફરાઝની એક લાઈન લખી હતી, ‘ચઢતે સીરજ કે પુજારી તો લાખો હે સાહબ… ડૂબતે વક્ત હમને સૂરજ કો ભી તન્હા દેખા હે’!

એક કગાર પર બેઠેલા, સુલભ પક્ષીને સૂર્ય ખવડાવવાનો પ્રયાસ કરતા નજરે પડે છે. પક્ષીની ખુલ્લી ચાંચ જોઇને એવું લાગે છે કે તે આને સંપૂર્ણ રીતે ખાશે.

સુલભ લાંબા તેના ફોટોગ્રાફ્સ વિશે કહે છે કે ‘મેં ચાર વર્ષ પહેલા સનસેટના ક્રિએટિવ ફોટોગ્રાફ્સ લેવાનું શરૂ કર્યું હતું. આ ફોટા માટે તેણે Nikon D5300 કેમેરાનો ઉપયોગ કર્યો છે ‘.

આ દિવસોમાં સુલભની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેમનો સર્જનાત્મક અભિગમ જોઈને તેને ઇન્સ્ટાગ્રામ પર 20,000 થી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે.

You cannot copy content of this page