Only Gujarat

Gujarat

સુરતમાં સાસરિયાઓના કારણે વધુ એક પરિણીતાનો આપઘાત, સાત વર્ષની માસૂમ દીકરીએ ગુમાવી માતા

એક દુખદ બનાવ સામે આવ્યો છે. સુરતમાં સાસરિયાના ત્રાસના કારણે વધુ એક પરિણીતાનું મોત થયું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. કતારગામમાં રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યાની ઘટના સામે આવતા પોલીસે તપાસ કરી રહી છે. જ્યારે સાસરીયા પક્ષ દ્વારા સતત તેને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ પરિણીતાના પરિવારજનોએ કરી છે.

મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી શિવદર્શન સોસાયટીમાં રહેતી મમતા નારાયણ તુસવારાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વહેલી સવારે આપઘાત કરી લેતા સાસરીયા પક્ષ દ્વારા પરિણીતાના પરિવારને જાણ કરવામાં આવી હતી. કતારગામ પોલીસને જાણ થતા ઘટના સ્થળ ઉપર પહોંચીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરિણીતાના મૃતદેહને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવા માટે લઈ જવાયો છે.

પરિણીતાના પરિવારજનોએ જણાવ્યું કે અમારા પરિવારની દીકરીને સાસરીયા પક્ષે ખૂબ હેરાન કરી છે. સાસરીયામાં થોડા દિવસ અગાઉ તેને ખૂબ મારવા મારવામાં આવ્યો હતો. તેને કારણે અમારી દીકરી ઘરની બહાર જઈને મંદિરના ઓટલે બેસી રહી હતી. ત્યારબાદ થોડા સમય પસાર થયા બાદ તે ફરીથી ઘરમાં આવીને કામે લાગી ગઈ હતી. આ બાબતની માહિતી અમને આજે આસપાસના લોકો દ્વારા જાણવા મળ્યું છે.

મૃતકના ભાઈ સંદીપકુમાર ખટીકે કહ્યું કે મારી બહેન ઉપર આ લોકો સતત માનસિક ત્રાસ ગુજારતા હતા. આજે તેને સાત વર્ષની દીકરી છે. મારી બહેનને બીજું સંતાન પુત્ર થાય તેના માટે તેની નણંદ તરફથી પણ ખૂબ જ ત્રાસ અપાતો હતો. પતિ દ્વારા વારંવાર આર્થિક મદદ માટે રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. મારી બહેન ખૂબ જ ભોળી છે. તેની એટલી હિંમત નથી કે તે પોતાનું જીવન ટૂંકાવી શકે. અમને શંકા છે કે મારી બહેનની હત્યા કરી નાખી છે.

You cannot copy content of this page