Only Gujarat

Gujarat

મહેસાણા-અમદાવાદ હાઈવે પર વિચિત્ર અકસ્માત, ટ્રકની ટક્કરથી કાર ચાલકનું મોત

આજે મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા નંદાસણ ચોકડી પાસે ટ્રક ઝાડ સાથે અથડાઈ હતી ત્યાર બાદ ડિવાઈડર કુદીને રોંગસાઈડમાં કાર સાથે અથવાડી હતી. આ અકસ્માતમાં કાર ચાલક, તેની પત્ની અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત જાણ થતાં જ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. કારમાં સવાર ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન કાર ચાલકનું મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે નંદાસણ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આજે મહેસાણા-અમદાવાદ હાઈવે પર નંદાસણ ચોકડી પાસે એક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. એમાં વિગત એવી છે કે, હાઈવે પર અમદાવાદ તરફથી આવી રહેલી ટ્રકના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો ત્યાર બાદ ટ્રક ઝાડ સાથે અથડાઈને ડિવાઈડર કૂદી રોંગસાઈડમાં કાર સાથે ધડા દઈને અથડાઇ હતી. આ અકસ્માતમાં કારચાલક, તેમની પત્ની અને પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતાં.

વિસનગરના કાંસા રોડ પર અરવિંદનગર સોસાયટીમાં રહેતા અને ગૌરવપથ ઉપર જે.વી.હેરસ્ટાઇલ નામે સલૂન ધરાવતાં અરૂણભાઈ જયંતિભાઈ નાયી, તેમનાં પત્ની દક્ષાબેન અને પુત્ર જીલ રવિવારે સવારે કૂતરાને રસી અપાવવા કાર (જીજે 02 એસી 9992) લઈને નીકળ્યા હતા. તે દરમિયાન નંદાસણથી આગળ ઉમિયા ટીમ્બર માર્ટની નજીક પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે અમદાવાદ તરફથી આવી રહેલ ટ્રક અચાનક ઝાડ સાથે અથડાઈને ડિવાઈડર કૂદી રોંગસાઈડમાં અરૂણભાઈની કારના આગળના ભાગે ટકરાઈ હતી.

આ અકસ્માતમાં કારમાં સવાર પરિવારના ત્રણેય લોકોને ગંબીર ઈજા પહોંચી હતી ત્યાર બાદ 108 દ્વારા મહેસાણા સિવિલમાં લઈ જવાયા હતાં. પ્રાથમિક સારવાર આપી માતા અને દીકરાને લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરી અરૂણભાઈને નવજીવન આઇસીયુમાં ખસેડાતાં તબીબે મૃત જાહેર કર્યાં હતા. મૃતકના ભાઈ સંજયભાઈ જયંતીભાઇ નાયીએ નંદાસણ પોલીસમાં ટ્રક (આરજે 09 જીસી 8782)ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

You cannot copy content of this page