Only Gujarat

National

આ બાપે દીકરી માટે જે કર્યું તે જાણીને છાતી ગજગજ ફૂલશે, ટ્રક ભરીને લાડલીને આપી છે ભેટ સોગાદો

હૈદરાબાદઃ પિતા માટે દીકરીઓ ક્યારેય પરીથી સહેજ પણ ઊતરતી હોતી નથી. એટલે જ એક પિતા પોતાની દીકરીના જીવનની દરેક ક્ષણને યાદગાર બનાવવાનો પ્રયાસ કરે છે. આંધ્રપ્રદેશમાં રહેતા એક પિતાએ દીકરી માટે કંઈક આવું જ કર્યું હતું. તેલુગુ પરંપરા પ્રમાણે, અત્યારે અષાઢ મહિનો ચાલી રહ્યો છે. તેલુગુ માટે અષાઢ મહિનો ઘણો જ પવિત્ર છે.

નવપરિણીત યુગલ માટે આ મહિનો ખાસ હોય છે. પરંપરા પ્રમાણે, આ મહિને નવપરિણીત દીકરીને માતા-પિતા ભેટ આપે છે, જેમાં મીઠાઈઓથી લઈ સાડીઓ સહિતની વિવિધ ગિફ્ટ્સ સામેલ હોય છે. આ પરંપરાને નિભાવતા પિતાએ દીકરીને ટ્રક ભરીને ભેટ મોકલાવી હતી. માત્ર સાસરિયા જ નહીં, પણ આખું શહેર આ ગિફ્ટ અંગે વાતો કરે છે.

શું આપ્યું ગિફ્ટમાં?
રિપોર્ટ પ્રમાણે, બતુલા બલરામ કૃષ્ણ આંધ્ર પ્રદેશના રાજમુંદરીના જાણીતા વેપારી છે. તેમણે અષાઢ માસમની પરંપરા નિભાવતા દીકરીના ઘરે એક હજાર કિલો માછલી, એક હજાર કિલો શાકભાજી, 250 કિલો ઝિંગા, 250 કિલો કરિયાણું, 250 કિલો અથાણું, 250 કિલો મીઠાઈ, 50 મરઘા તથા 10 બકરા ગિફ્ટમાં આપ્યા હતા. તેમની દીકરી પુડુચેરીના યનમમાં રહે છે.

દીકરીએ સેલિબ્રેટ કર્યો અષાઢમઃ હાલમાં જ બતૂલા બલરામ કૃષ્ણની દીકરી પ્રત્યુષાના લગ્ન યનમમાં રહેતા એક જાણીતા વેપારીના દીકરા પવનકુમાર સાથે થયા હતા. આ કપલ પોતાનો પહેલો અષાઢમ સેલિબ્રેટ કરી રહ્યો હતો.

સાસરિયાની આંખો ચાર થઈઃ દીકરીનો પહેલું અષાઢમ હતું અને પ્રત્યુષાના પિતાએ આને ખાસ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

તેમણે ઢગલો ગિફ્ટથી ભરેલી એક ટ્રક દીકરીના સાસરે મોકલી આપી હતી. જ્યારે ગિફ્ટ ભરેલી ટ્રક દીકરીના ત્યાં આવી તો સાસરીયા પણ નવાઈમાં મૂકાઈ ગયા હતા.

You cannot copy content of this page