Only Gujarat

FEATURED National

સાસરે ફોન કરીને જમાઈએ કહ્યું, તમારી દીકરીને મારી નાખી ને પછી રમતો રહ્યો રમત

રાજસ્થાનના જોધપુરમાં મહામંદિર પોલીસ સ્ટેશન વિસ્તારની બીજેએસ કોલોનીમાં રવિવારે રાત્રે એક વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી હતી. હત્યા બાદ હત્યારા પતિએ પોતે પોલીસ બોલાવી હતી. સાથે જ સાસરે તેના સસરાને બોલાવીને કહ્યું કે, મેં તમારી પુત્રીની હત્યા કરી દીધી છે. પોલીસના આવવા સુધી હત્યારો તેની ડેડબોડી પાસે બેઠો હતો અને મોબાઈલ પર ગેમ રમતો હતો.

હાલ પોલીસે ઘટનાસ્થળેથી હત્યારા પતિને કસ્ટડીમાં લીધો છે. આરોપીનું નામ વિક્રમસિંહ છે અને તેની પત્નીનું નામ શિવ કંવર છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, તેણે તેની પત્નીને કાતરથી મારી નાખી છે. વિક્રમસિંહને રાત્રે તે વાતનું ભાન ન હતુ કે તેણે શું કરી નાંખ્યુ છે. તેના કહેવા મુજબ, જ્યારે તેને માનસિક હુમલો આવ્યો ત્યારે તેણે રાત્રે ઉઠીને પત્નીની હત્યા કરી હતી, પરંતુ રવિવારે સવારે પોલીસ સ્ટેશનમાં તેને ખ્યાલ આવ્યો હતો કે તેણે આજે પોતાના બાળકોને અનાથ કરી દીધા છે.

વિક્રમ અને શિવ કંવરને એક પુત્ર અને પુત્રી પણ છે. રાત્રે ઘરની પરિસ્થિતિ જોઈને પોલીસ અધિકારીઓ પણ થોડા સમય માટે ચોંકી ગયા હતા. ડીસીપી ધર્મેન્દ્રસિંહ યાદવે જણાવ્યું કે, વિક્રમસિંહનો પરિવાર મૂળ ફલોદીનો રહેવાસી છે. પરંતુ બીજેએસ કોલોનીમાં તેમનું એક ઘર છે. જ્યાં આ લોકો લાંબા સમયથી રહેતા હતા.

ડીસીપીએ જણાવ્યું હતું કે, આરોપી પોતે લાંબા સમયથી બેરોજગાર બેઠો હતો. પત્ની ઘરે પહેલાં સીવવાનું કામ કરતી હતી, બાદમાં તે સહકારી સ્ટોરમાં કામ કરવા લાગી તેનાંથી જ ઘર ચાલતુ હતુ, પરંતુ વિક્રમ તેની પત્નીના સહકારી સ્ટોરમાં કામ કરવાથી નાખુશ હતો. ડીસીપી ધર્મેન્દ્રસિંહ યાદવે કહ્યું કે, તેણે પત્નીની હત્યા કર્યા બાદ પોલીસને જાણ કરી હતી.

મૃતક શિવ કંવરના ભાઈ માંગુસિંહે જણાવ્યું હતું કે, તેના લગ્ન વર્ષ 2008માં વિક્રમ સાથે થયા હતા. વિક્રમ લાંબા સમયથી બેરોજગાર હતો. પૈસા માટે મારપીટ કરતો હતો. મારી બહેન જ ઘર ચલાવી રહી હતી. તેની પુત્રી અમારી સાથે હતી, અને પુત્ર તેના દાદા પાસે અકથના ગામમાં હતો.

આરોપી વિક્રમસિંહ પોતે કહે છે કે, તેને રાત્રે અચાનક એટેક આવ્યો તો અચાનક ઉઠી ગયો અને તેણે તેની પત્નીની હત્યા કરી દીધી હતી. પરંતુ આવું કેમ બન્યું તે પોલીસ માટે હજી એક પહેલી છે. જેના માટે વિક્રમસિંહની વધુ પૂછપરછ કરવામાં આવશે. હાલમાં પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારના સભ્યોને સોંપી દીધો છે. મૃતકના પિતા મનોહરસિંહે વિક્રમસિંહ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

You cannot copy content of this page