મા દુર્ગાની મૂર્તિ નીકળતા જ માછીમારો મૂકાઈ ગયા નવાઈમાં, ઉમટી પડ્યા ગામવાસીઓ

જૌનપુરઃ ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક નદીમાં હજાર વર્ષ જૂની માતા દુર્ગાની મૂર્તિ મળી છે. માછીમારો નદીમાં માછલી પકડવા માટે જાળ ફેંકી હતી. થોડીવાર બાદ જ્યારે જાળ બહાર કાઢવામાં આવી ત્યારે અષ્ટધાતુની મૂર્તિ મળી આવી હતી. માછીમારોએ ઘાટ પર મૂર્તિ મૂકીને પૂજા અર્ચના કરી હતી. માછીમારોએ ભવ્ય મંદિર બનાવવાનું વિચારે છે. ત્યારે કોઈકે પોલીસને માહિતી આપી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈને મૂર્તિ લઈ લીધી હતી.

કેરાકત પોલીસ સ્ટેશન અંતર્ગત સરોજ બડેવર ઘાટ પર માછીમારો માછલી પકડવા આવ્યા હતા. તેમણે નદીમાં જાળ ફેંકી હતી. થોડીવાર બાદ જાળી ખેંચી તો તે વજનદાર લાગી હતી.

પહેલાં પથ્થર હોવાનો અહેસાસ થયો હતો, પરંતુ જાળી બહાર આવી તો તેમાં દુર્ગામાતાની અષ્ટધાતુની મૂર્તિ મળી હતી. પોલીસે આ મૂર્તિ પોતાની પાસે રાખી છે.

2 ફૂટની મૂર્તિ છેઃ અષ્ટધાતુની મૂર્તિ અંદાજે 2 ફૂટ લાંબી છે. માછીમારોએ કહ્યું હતું કે અષ્ટધાતુની મૂર્તિ મળ્યા બાદ તેઓ ભવ્ય મંદિર બનાવવા માતા હતા.

મૂર્તિની વાત આસપાસના વિસ્તારોમાં ફેલાતા માછીમારોની ભીડ જમા થઈ ગઈ હતી. આસપાસના ગામના લોકો પણ આવી ગયા હતા. ગામવાસીઓના મતે, મૂર્તિનો સંબંધ રાજાના મહેલ સાથે હોઈ શકે છે.

 

You cannot copy content of this page