Only Gujarat

FEATURED National

શાતિર ચોરોએ ફક્ત 5 મિનિટમાં જ કરી હાઇટેક ફોર્ચ્યુનરની ચોરી, માલિકે સોશ્યલ મીડિયામાં મૂકી પોસ્ટ અને…

દિલ્હીમાં કાર ચોરીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં શાતિર ચોરોએ ફક્ત 5 મિનિટમાં જ હાઇટેક ફોર્ચ્યુનર કારની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. આ કાર દિલ્હીના રસ્તાઓ પર પોલીસ સ્ટેશનના ઘણા વિસ્તારોમાંથી પસાર થઈ હતી, પરંતુ કોઈને તે શાતિર ચોરોની ખબર પડી ન હતી. કાર માલીક ચોરીની ફરિયાદ લઈને પોલીસ મથકે ફરતો રહ્યો, પરંતુ દિલ્હી પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં. મુશ્કેલીમાં મુકાયેલા કાર માલિકે કારની શોધખોળ માટે સોશિયલ મીડિયાની મદદ લીધી, પરંતુ ત્યાં પણ કાર માલિકે કાર પાછી મેળવવાના નામે ઠગી લેવામાં આવ્યા હતા.

કાર ઉત્પાદકો કારની સુરક્ષા અંગે લાખો દાવા કરે છે, પરંતુ આજના યુગમાં ચોરો એટલા શાતિર છે કે થોડીવારમાં જ કંપનીની તમામ સિક્યોરિટી હેક કરી અને કાર લઇને ફરાર થઈ ગયો છે. આવો જ કિસ્સો ઘિટોરની વિસ્તારમાં રહેતા આકાશનો છે. આકાશ રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. આ ઘટના 25 નવેમ્બરના રોજ બપોરે 2:30 વાગ્યે બની હતી. આઈ -20 કારમાં સવાર ત્રણ ચોર ત્યાં આવ્યા હતા અને થોડીવારમાં આકાશની ફોર્ચ્યુનર કારને અનલોક કરી અને તેને ચાલુ કરી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે કારના માલિકે ઓનલાઇન એફઆઈઆર નોંધાવી હતી. પરંતુ દિવસો વીતી ગયા અને પોલીસ તરફથી કોઈ મદદ મળી શકી નહીં. કારના માલિકે જાતે પોતાના સ્તરે સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. જેમાંથી એક કેમેરાના ફૂટેજમાં જોઇ શકાય છે કે આઇ -20 કાર અને ચોરાઇ ગયેલી ફોર્ચ્યુનર કાર તેજ ગતિ સાથે ઘિટોરનીથી છતરપુર, મેહરૌલી, ગુડગાંવ રોડ, મેદાન ગઢી જેવા વિસ્તારોમાંથી પસાર થઈ રહી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ સમગ્ર વિસ્તારમાં ક્યાંય પણ પોલીસ બેરિકેડિંગ ન હતુ. જેના કારણે શાતિર ચોરો ફોર્ચ્યુનર કાર લઇ જવામાં સફળ થયા હતા.

આકાશનું કહેવું છે કે, તે કારમાં ઘણા મહત્વપૂર્ણ કાગળો પણ છે, આને કારણે આકાશ ખૂબ પરેશાન છે. જ્યારે આકાશને દિલ્હી પોલીસની કોઈ મદદ ન મળી ત્યારે તેણે સોશિયલ મીડિયાનો આશરો લીધો. આકાશે ફેસબુક પર એક પોસ્ટ મુકી હતી કે જે કોઈ તેની કારની જાણ કરશે તેને ઈનામ આપવામાં આવશે. સોશિયલ મીડિયા પર, તેની પોસ્ટ જોયા પછી, પોતાને દિલ્હી પોલીસના જવાન જણાવીને,આકાશનો સંપર્ક કર્યો હતો.

તે માણસે કહ્યું કે, જો તમને તમારી ગાડી જોઈતી હોય તો તેના ખાતામાં 10 હજાર રૂપિયા મોકલો. પરેશાન આકાશે તે વ્યક્તિ પર વિશ્વાસ કર્યો. અને 10 હજાર રૂપિયા તેના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ થોડા કલાકો પરેશાન રહ્યા બાદ આકાશને સમજાયું કે,અહીં તેની સાથે છેતરપિંડી થઈ છે.

આકાશે પોતાની કાર અને તેમાં રહેલા કાગળો મેળવવા માટે દરેક સ્તરે પ્રયત્ન કર્યા. આકાશે સીસીટીવી કેમેરા ફૂટેજમાં જે આઈ 20 કારનો નંબર જોયો હતો તેની સાથે પણ સંપર્ક કર્યો હતો. ત્યાં પહોંચ્યા પછી, તે જાણવા મળ્યું કે આઇ 20 કાર તેના માલિક પાસે છે. એટલે કે, શાતિર ચોરોએ આ કારનો નંબર બીજી કાર પર વાપર્યો હતો. ઘિટોરની વિસ્તારમાં આવી ઘટનાઓ ઘણી વખત બની છે. પરંતુ દિલ્હી પોલીસ આવા કેસો પ્રત્યે બેદરકાર દેખાય છે.

દિલ્હી પોલીસની નિષ્ફળતાને કારણે આ વિસ્તારમાં કાર ચોરીના કિસ્સા સતત વધી રહ્યા છે. આ ચોરીની ઘટનાને 2 અઠવાડિયા વીતી ગયા છે. સીસીટીવીની તસવીરો પણ છે. પરંતુ ઘણા પુરાવા હોવા છતાં દિલ્હી પોલીસના હાથ હજી ખાલી છે.

You cannot copy content of this page