Only Gujarat

FEATURED National

બસમાં પાછળ ઊભેલા એક વ્યક્તિની કમેન્ટથી બદલાયું જીવન ને બની ગઈ IPS

કુલુ, હિમાચલ પ્રદેશ: જીવનની દરેક નાની મોટી ઘટના મનુષ્યને પાઠ ભણાવે છે આ પાઠ વ્યક્તિને પ્રગતિના માર્ગ તરફ દોરી જાય છે. ગરીબી કોઈની મંઝિલ વચ્ચે આવતી નથી. હિમાચલ પ્રદેશ કેડરની આ યુવા આઈપીએસ શાલિની અગ્નિહોત્રી તેનું ઉદાહરણ છે!

શાલિની હિમાચલ પ્રદેશના જ ઉનાની રહેવાસી છે. તેનો જન્મ 14 જાન્યુઆરી, 1989ના રોજ થયો હતો. માં શુભલતા ગૃહિણી છે, જ્યારે પિતા રમેશ બસ કંડક્ટર હતા. એકવાર શાલિની તેની માતા સાથે બસમાં મુસાફરી કરી રહી હતી. એક માણસ તેમની પાછળ સીટ પકડીને ઉભો હતો.

આ માણસની હરકતો અને હાલચાલ બરાબર લાગતી નહોતી. તેથી શાલિનીની માતાએ તેને યોગ્ય રીતે ઉભા રહેવાનું કહ્યું. તે માણસ ઉદ્ધત હતો, માનતો નહોતો. શાલિનીની માતાએ તેને ઠપકો આપ્યો. આના પર તે વ્યક્તિએ પલટવાર કર્યો અને પૂછ્યું કે શાલિનીની માતા શું કોઈ ડીસી છે, તો તેની વાત સાંભળે ? આ વાત શાલિનીને અયોગ્ય લાગી. તે સમયે, ડીસી (કલેક્ટર)ના અર્થથી અજાણ હતી. જ્યારે ખબર પડી, ત્યારે તેણે પોલીસ અધિકારી બનવાનો દ્રઢ-સંકલ્પ કરી લીધો. આ વાંચ્યા બાદ તમે પણ કહેશો કે જીવનમાં કંઇપણ અશક્ય નથી.

શાલિની અગ્નિહોત્રીએ 2011 માં યુપીએસસીની પરીક્ષા ફક્ત 18 મહિનાની તૈયારી પછી આપી હતી. આઈપીએસની તાલીમ દરમિયાન શાલિની અગ્નિહોત્રીને 65મી બેચમાં પ્રથમ ક્રમ મળ્યો હતો. તેમનું પ્રથમ પોસ્ટિંગ કુલ્લુમાં થયું હતું. શાલિનીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ આઈપીએસ બનવા માટે સંકલ્પબદ્ધ હતા. તેથી તેઓ મોડી રાત સુધી અભ્યાસ કરતા. ક્યારેક તો રાત્રે 3-4 પણ વાગી જતા. શાલિનીના પતિ સંકલ્પ શર્મા, યુપી કેડરના આઈપીએસ છે.તે ઓ મૂળ રાજસ્થાનના છે.

તાલીમ દરમિયાન શાલિની અને સંકલ્પની મુલાકાત થઈ હતી ત્યારે જ તેઓ એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. શાલિની મૂળ હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના એક દૂરસ્થ ગામ, થાટહાલની છે. તેના પિતા રમેશકુમાર એક સમયે ધરમશાલા એચઆરટીસીમાં કંડક્ટર હતા.

શાલિનીનું શિક્ષણ ધરમશાલાની ડી.એ.વી. સ્કૂલથી થયું. ત્યારબાદ તેઓ કૃષિ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. યુપીએસસીમાં શાલિની 285મા ક્રમે હતી. શાલિની કહે છે કે તે આ સેવામાં એટલે આવી છે કે જેથી તે લોકોની મદદ કરી શકે.

શાલિનીને સાહસિક રમતોમાં રસ છે. તેઓ આજે પણ તેના શોખ પૂરા કરે છે. શાલિની તેની કઠોર ડ્યૂટી હોવા છતાં પણ તેમનું જીવન યોગ્ય રીતે માણે છે.

શાલિની સાયકલ ચલાવવાના શોખીન છે. તે કહે છે કે જીવનમાં શક્તિ માટે તંદુરસ્તી ખૂબ જ મહત્વપૂર્ણ છે. શાલિની આજે પણ સમય કાઢી ને શાળાના બાળકોને ભણાવે છે.

You cannot copy content of this page